Connect Gujarat
ફેશન

હેવી મેકઅપ દૂર કરવા રીમુવરના બદલે અપનાવો, આ કુદરતી વસ્તુઓ, સ્કિનને જરા પણ નુકશાન નહીં થાય...

મોટાભાગના લોકો મેકપને દૂર કરવા માટે રીમુવરનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ તે ત્વચાને ડ્રાય કરે છે અને ઘણી પરેશાની ઊભી કરે છે.

હેવી મેકઅપ દૂર કરવા રીમુવરના બદલે અપનાવો, આ કુદરતી વસ્તુઓ, સ્કિનને જરા પણ નુકશાન નહીં થાય...
X

આજના સમયમાં દરેક સ્ત્રીને મેકઅપ કરવાનો ખુબજ શોખ હોય છે. કોઈ ઇવેન્ટમાં હાજરી આપવાની હોય કે લગ્ન પ્રસંગમાં જવાનું હોય મેકઅપ અત્યારે ફર્સ્ટ પ્રયોરિટી બની ગયું છે. મેકઅપ માત્ર સુંદરતા જ નથી વધારતો પરંતુ તમારો આત્મવિશ્વાસ પણ વધારે છે. આ જ કારણે લોકો મેકઅપને પ્રાથમિકતા આપે છે. પરંતુ જેમ મેકઅપનો ઉપયોગ કરવો મુશ્કેલ કાર્ય છે તેનાથી વધુ મુશ્કેલ મેકઅપને દૂર કરવો છે. મોટાભાગના લોકો મેકપને દૂર કરવા માટે રીમુવરનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ તે ત્વચાને ડ્રાય કરે છે અને ઘણી પરેશાની ઊભી કરે છે. આથી જ મેકઅપને દૂર કરવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.

એલોવેરા

એલોવેરમાં રહેલા તત્વો ચહેરાની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. આ સાથે મેકઅપ દૂર કરવા માટે એલોવેરા જેલમાં મધ અને ઓલિવ ઓઇલ મિક્સ કરીને લગાવી શકાય છે. આનાથી તમારા ચહેરા પર મસાજ કરો અને પછી ચહેરાને સાફ પાણીથી ધોઈ નાખો.

ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલમાં નારિયેળનું તેલ મિક્સ કરીને તેને કોટન પેડ પર લો. આનાથી મેકઅપ સાફ કરો. આનાથી મેકઅપ કાઢવામાં તમને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય.

નારિયેળ તેલ

નારિયેળ તેલથી મેકઅપ દૂર કરવા માટે તમારા હાથમાં થોડું નારિયેળ તેલ લઈને ચહેરા પર મસાજ કરો. મસાજ કર્યા પછી મેકઅપ દૂર થઈ જશે. હવે ચહેરાને સોફ્ટ ટીશ્યુ વડે સાફ કરી લો.

ગુલાબજળ

ગુલાબજળમાં જોજોબા તેલ સારી રીતે મિક્સ કરો. આ પછી તેને કોટન પેડ પર લો અને ચહેરાને બરાબર સાફ કરો. આના કારણે તમારા ચહેરા પર કોઈ પણ નુકશાન નહીં થાય.

Next Story