બરફના પાણીમાં ચહેરો ડુબાડવાના જાણો ફાયદા

બરફ વાળા પાણીમાં ચહેરાને શોક કરવું.આ એક કોરિયન ટેકનિક કહેવામા આવી રહી છે જે આજકાલ ખુબ જ વાયરલ થઈ છે.બરફના પાણીનું ઠંડુ તાપમાન ચહેરા પરનો સોજા દૂર કરવામાં મદદ કરે છે.

author-image
By Connect Gujarat Desk
બરફના પાણીમાં ચહેરો દુબડવાના જાણો ફાયદા
New Update

આજકાલ છોકરા છોકરી દરેક પોતાના ચહેરાની માવજત કરતાં હોય છે. સ્કીન કેર રૂટિન અપનાવતા હોય છે. અનેક પ્રકારના બ્યુટી ટિપ્સનો ઉપયોગ કરતાં હોય છે. તેવામાં આ બરફના પાણીમાં ફેશ ડીપ પણ તમને ફાયદો કરાવશે.

ઘણા ઘરેલુ નુશ્ખા આપણે સ્કીન કેર રૂટિન માટે અપનાવીએ છીયે.જેમાંથી એક છે બરફ વાળા પાણીમાં ચહેરાને શોક કરવું.આ એક કોરિયન ટેકનિક કહેવામા આવી રહી છે જે આજકાલ ખુબ જ વાયરલ થઈ છે.

 બરફના પાણીનું ઠંડુ તાપમાન ચહેરા પરનો સોજા દૂર કરવામાં મદદ કરે છે. તે ઉપરાંત આંખોના સોજાને દૂર કરવા અને આંખોની નીચેના ડાર્કસર્કલને દૂર કરવામાં ફાયદાકારક છે.

ઠંડુ પાણી ચહેરામાં રક્ત પરિભ્રમણને ઉત્તેજીત કરી શકે છેજે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરી શકે છે અને તમારા ચહેરાને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે.

ઠંડુ પાણી ચહેરા પરના રોમ છિદ્રોને ટાઈટ કરે છે. ઠંડા પાણીની ખૂબ જ સારી અસર ચહેરા પર થાય છે. આ સાથે તમે તાજગી અનુભવો છો અને તમારી ત્વચા એકદમ ફ્રેશ લાગે છે ખાસ કરીને ઉનાળામાંતમારા ચહેરાને બરફના પાણીમાં ડુબાડવો સારો સમય છે.

#Skincare #સ્કીન કેર રૂટિન #beuty tps
Here are a few more articles:
Read the Next Article