માત્ર ચહેરાની નઇ પગની સંભાળ પણ આવશ્યક જાણી લો

બદલતા વાતાવરણની અસર જેમ ત્વચા અને શરીર પર થાય છે તેમ પગ પર પણ થાય છે. પગની ત્વચામાં પણ ડ્રાયનેસ વધે છે અને અન્ય સમસ્યાઓ થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે પગની સંભાળ કેવી રીતે લેવી ?

New Update
પીજી

દરેક લોકો મોટા ભાગે ફેશને ચમકાવવામાં વધુ ધ્યાન આપતા હોય છે. પણ જે આખા શરીરનો ભાર ઉપાડીને ચાલે છે એવા પગની માવજત પણ એટલી જ મહત્વની બની રહે છે.

બદલતા વાતાવરણની અસર જેમ ત્વચા અને શરીર પર થાય છે તેમ પગ પર પણ થાય છે. પગની ત્વચામાં પણ ડ્રાયનેસ વધે છે અને અન્ય સમસ્યાઓ થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે પગની સંભાળ કેવી રીતે લેવી ?

પગની એડીમાં રોજ કેસ્ટર ઓઈલથી માલિશ કરો અને ડેડ સેલ્સને પ્યૂમિક સ્ટોનથી દૂર કરો. સ્નાન કર્યા બાદ એડી પર ઓલીવ ઓઈલ લગાવો. રાત્રે સૂતા  પહેલા એડી પર કોલ્ડ ક્રીમ લગાવો અને કોટનના મોજાં પહેરો.

આ એક પ્રકારનું ઈંફેકશન છે. જેમાં પગની આંગળીઓના નીચેના ભાગમાં ફંગસ થાય છે. આ ફંગસ સોફ્ટ ત્વચાને દૂર કરી દે છે. જેના કારણે ત્વચામાંથી દુર્ગંધ આવે છે. આવી સમસ્યામાં પગની આંગળીને બરાબર સાફ કરી તેને કોરી કરી અને લોશન લગાવો. આ ઉપરાંત વધારે પડતા મોટા કે નાના જૂતા પહેરવા નહીં.

પગના નખની સંભાળ પણ જરૂરી છે. પ્રોટીનની ઉણપ હોય તો નખ તુટવા લાગે છે. તેથી પગના નખ નિયમિત કાપવા અને સાફ કરવા. ઉપરાંત રોજીંદા આહારમાં લીલા શાકભાજી અને સલાડનું સેવન વધારે કરવું.પગમાં ઘણીવાર ખંજવાળ અને બળતરા થતી હોય છે.

આમ થવાનું કારણ રક્તસંચારની ખામી હોય શકે છે. જો બ્લડ સર્ક્યુલેશન બરાબર રીતે ન થાય તો આ સમસ્યા થઈ શકે છે. તેથી હુંફાળા પાણીમાં શેમ્પૂ  અથવા નમક ઉમેરી તેમાં 10થી 15 મિનિટ માટે પગ બોળી રાખો. ત્યારબાદ પગને બરાબર સાફ કરી લોશન લગાવી લો.

Latest Stories