/connect-gujarat/media/media_files/2025/06/03/8vsrtY9MuoorBK8Xcjnv.jpg)
આજ યુવતીઓને ટૂંકા નહીં લાંબા વાળ વધુ પસંદ છે.
કાળા, લાંબા અને મજબૂત વાળ માટે યુવતીઓ જુદા-જુદા નુસખા ટ્રાય કરે છે. શું ખરેખર કાળા વાળ માટે દરરોજ તેલ લગાવવું યોગ્ય છે વગેરે પ્રશ્નોની યુવતીઓની મૂંઝવણના એક્સપર્ટે આપ્યો જવાબ.
આજ યુવતીઓને ટૂંકા નહીં લાંબા વાળ વધુ પસંદ છે. કાળા, લાંબા અને મજબૂત વાળ માટે યુવતીઓ જુદા-જુદા નુસખા ટ્રાય કરે છે. પહેલા ફેશનના ચકકરમાં વાળ કપાવે છે પરંતુ ફરી અત્યારે લોન્ગ હેરની ફેશન ટ્રેન્ડમાં છે. કારણ કે લોન્ગ હેરમાં તમે પાર્ટી કે ફંકશનમાં ડિફરન્ટ સ્ટાઈલ કરી શકો છો. વાળની સ્ટાઈલ તમારે દેખાવને વધુ આકર્ષક બનાવે છે. પરંતુ એકવાર વાળ કાપી દીધા બાદ ફરી લાંબા થવા બહુ મુશ્કેલ છે.
યુવતીઓ વાળની સમસ્યાને લઈને મૂંઝવણમાં છે. શું ખરેખર કાળા વાળ માટે દરરોજ તેલ લગાવવું યોગ્ય છે, શું આખી રાત વાળમાં તેલ રહેવા દેવાથી ફાયદો થાય છે, કે પછી નુકસાન. હેર એક્સપર્ટ પણ દાદી-નાની વાત સાથે સમંત થયા. તેમનું કહેવું છે કે વાળ ખરવા જેવી સમસ્યાઓ દૂર કરવા અને વાળનો વિકાસ કરવા નિયમિત તેલ માલિશ જરૂરી છે. પરંતુ સાથે-સાથે એ પણ જાણવું જોઈએ કે તમારા વાળનો કેવો પ્રકાર છે. 80 ટકા લોકો લોકો માને છે કે દરરોજ તેલ લગાવવાથી વાળનો વિકાસ ઝડપી થાય છે.
પરંતુ સત્ય એ છે કે દરરોજ તેલ લગાવવાથી વાળને નુકસાન થાય છે. કારણ કે દરરોજ તેલ લગાવવાથી અને પછી બહાર જવાથી માથાની ચામડી પર ધૂળ જમા થઈ શકે છે, જે માથાની ચામડીને દૂષિત કરી શકે છે. વાળમાં રહેલ તેલ ચીકાશ પકડે છે અને વારંવાર ધૂળના રજકણો માથાના સ્કાલ્પમાં જમા થાય છે. તેના કારણે વાળમાં ખોડો અને વાળ ખરવાની સમસ્યા ઉદભવે છે. એટલે દરરોજ નહીં પરંતુ અઠવાડિયામાં 2-3 વખત વાળમાં તેલ લગાવવું વધુ સારું છે. અઠવાડિયામાં 2-3 વાર હળવા હાથે માલિશ કરવાથી વાળને પૂરતું પોષણ મળશે.
રાત્રે સૂતા પહેલા પણ તેલ લગાવવું ફાયદાકારક છે. જ્યારે તમે સૂતા હોવ ત્યારે, તેલ વાળ અને માથાની ચામડીમાં પ્રવેશ કરે છે. આ મૂળને પોષણ આપે છે અને વાળને નરમ, ચમકદાર અને મજબૂત બનાવે છે. વધુમાં, તેલ લગાવવાથી માથાની ચામડીની માલિશ થાય છે, જે રક્ત પરિભ્રમણ વધારે છે અને વાળના વિકાસને ટેકો આપે છે. જો કે, ધ્યાનમાં રાખો કે તેલને વધુ સમય સુધી લગાવવાથી ધૂળ અને ગંદકી માથાની ચામડી પર ચોંટી શકે છે, જેના કારણે ખોડો અને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. તેથી, જો તમે રાત્રે તેલ લગાવો છો, તો સવારે તેને શેમ્પૂથી સારી રીતે ધોઈ નાખવું મહત્વપૂર્ણ છે