/connect-gujarat/media/media_files/2025/12/08/cream-2025-12-08-13-13-21.jpg)
શિયાળામાં ત્વચા સામાન્ય રીતે સુકી, નિર્જીવ અને નિસ્તેજ દેખાવા લાગે છે, પરંતુ જો રોજિંદી સ્કિનકેરમાં કુદરતી ઘટકોનો સમાવેશ કરવામાં આવે તો માત્ર થોડાં જ દિવસોમાં ચહેરો ફરીથી બ્રાઇટ, નરમ અને ગ્લોઇંગ બની શકે છે.
એલોવેરા અને તુલસી જેવી ઔષધીય સામગ્રી ત્વચાને કુદરતી રીતે હાઇડ્રેટ કરીને તેમાં ઊંડો પોષણ પુરો પાડે છે.
બજારમાં મળતા કેમિકલ આધારિત પ્રોડક્ટ્સની સામે આ ઘરેલું જેલ ક્રીમ સંપૂર્ણ રીતે નેચરલ હોવાથી ત્વચા પર કોઈ સાઈડ ઇફેક્ટ કરતી નથી. હાલમાં સુંદર અને તેજસ્વી ત્વચા મેળવવા ઇચ્છતા મોટા ભાગના લોકો અથવા તો ડર્મેટોલોજિસ્ટ પાસે જાય છે અથવા તો મોંઘા સ્કિનકેર પ્રોડક્ટ્સ લે છે, પરંતુ માત્ર ચાર–પાંચ ઘટકો વડે ઘરે જ બનેલી આ ક્રીમ એટલી અસરકારક છે કે બે–ત્રણ દિવસમાં જ ચહેરા પર નરમાશ અને ગ્લોઇંગ સ્પષ્ટ દેખાવા લાગે છે.
આ ક્રીમ બનાવવા માટે એલોવેરાનો જેલ, તુલસીના તાજા પાનનો રસ, કેસરનું પાણી અને થોડુંક ગ્લિસરિન જરૂરી છે. સૌપ્રથમ એક સાફ વાટકીમાં એલોવેરા જેલ લો અને તેમાં ધીમે ધીમે તુલસીનો રસ તથા કેસરનું પાણી મિક્ષ કરો. અંતે થોડુંક ગ્લિસરિન ઉમેરી સારી રીતે ફેન્ટીને જેલ જેવી સ્મૂથ કન્સિસ્ટન્સી પ્રાપ્ત કરો. તૈયાર જેલને સવારે અને રાત્રે બે વખત ચહેરા પર હળવા હાથે મસાજ કરીને લગાવો. થોડા જ દિવસોમાં ત્વચામાં નરમાશ વધે છે, બ્રાઇટનેસ દેખાય છે અને ચહેરા પર કુદરતી તેજ આવવા લાગે છે.
આ હોમમેડ ફેસ જેલના અનેક ફાયદા છે—એ ત્વચાને ઊંડાઈથી મોઈશ્ચરાઇઝ કરીને શિયાળાની સુકાઇ ઘટાડે છે, સ્કિનને નેચરલ ગ્લો આપી નિસ્તેજપણ દૂર કરે છે અને પિમ્પલ્સ તથા ડાઘ-ધબ્બા ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. તુલસીનું એન્ટિબેક્ટિરિયલ ગુણ ત્વચાને ઇન્ફેક્શનથી બચાવે છે જ્યારે એલોવેરાનું સ્નિગ્ધ તત્વ તાજગી અને ઠંડક આપે છે. ગ્લિસરિન ત્વચાને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે અને કેસર ચહેરાની ટોનને વધુ બ્રાઇટ બનાવે છે. વધતી ઉમરના લક્ષણો કરચલીઓ, ડ્રાયનેસ અને ફાઇન લાઇનને ઘટાડવામાં પણ આ જેલ મદદગાર છે. સંપૂર્ણ પ્રાકૃતિક ઘટકો વડે બનેલી આ ક્રીમ કોઈપણ ત્વચા પ્રકાર માટે સુરક્ષિત છે અને નિયમિત ઉપયોગથી સ્કિન વધુ સ્મૂથ, સોફ્ટ અને ગ્લોઇંગ બની જાય છે.