Connect Gujarat
ફેશન

હવે સાડીને ડ્રાઈ ક્લીનીંગમાં આપવાની જરૂર નથી, સિલ્કની સાડી હવે ઘરે વોશ કરી શકશો, જાણો કેવી રીતે....

ખાસ કરીને સિલ્કની સાડી પહેરવામાં મસ્ત લાગે છે અને મજા પણ આવે છે. પરંતુ સામાન્ય રીતે વાત કરવામાં આવે સિલ્કની સાડીની તો, તેને ડ્રાઈ ક્લીનિંગ માં આપવી પડે છે.

હવે સાડીને ડ્રાઈ ક્લીનીંગમાં આપવાની જરૂર નથી, સિલ્કની સાડી હવે ઘરે વોશ કરી શકશો, જાણો કેવી રીતે....
X

ખાસ કરીને સિલ્કની સાડી પહેરવામાં મસ્ત લાગે છે અને મજા પણ આવે છે. પરંતુ સામાન્ય રીતે વાત કરવામાં આવે સિલ્કની સાડીની તો, તેને ડ્રાઈ ક્લીનિંગ માં આપવી પડે છે. અને દર વખતે તમે સાડીને ડ્રાઈ ક્લીનિંગ માટે આપો તો તે વધુ ખર્ચાળ થઈ જાય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે ઘરે સાડી ધોતા સમયે કઈ કઈ કાળજી રાખવી. તમે ઘરે જ આટલું ધ્યાન રાખશો તો તમારે બહાર ડ્રાઈ ક્લીનિંગમાં સાડી દેવા જવું નહીં પડે.

ઠંડા પાણીનો ઉપયોગ કરો : સિલ્કની સાડી ધોવા માટે સૌ પ્રથમ ઠંડા પાણીનો ઉપયોગ કરો. કયારેય પણ ગરમ કે હૂંફાળા પાણીનો ઉપયોગ સાડી ધોવા માટે કરવો નહીં. સિલ્કની સાડી ઠંડા પાણીમાં પલાળવાની આદત રાખો. ગરમ પાણીમાં સાડી ધોવાથી તેની સાઇનિંગ અને કલર ફિક્કા પડી જાય છે.

વિનેગારનો યુઝ કરો : સાડીને પાણીમાં પલાડ્યા પછી એક ડોલમાં ચોખ્ખું પાણી લો અને તેમાં બે ચમચી વાઇટ વિનેગર નાખો અને મિક્સ કરો. પછી સાડીને આ પાણીમાં 10 મિનિટ સુધી પલાળી રાખો. ત્યાર બાદ ચોખ્ખા પાણીથી સાડીને ધોઈ નાખો. આમ કરવાથી દાધા ધબ્બા નીકળી જશે.

તડકામાં ના સુકવો : સિલ્કની સાડી ધોવાય જાય પછી તેને કયારેય તડકામાં ના સુકવવી. આમ કરવાથી સાડી ઝાંખી થઈ જાય છે. જયારે તમે સુકવો ત્યારે તેને ખાસ કરીને છાયડા વાળી જગ્યાએ જ સુકવો. તડકામાં સાડીની સાઇન ઝાંખી થઈ જાય છે.

સાડીને આ રીતે મૂકો : સિલ્કની સાડીને ક્યારેય નોર્મલ સાડીની જેમ રાખશો નહીં.હવે સાડીને ડ્રાઈ ક્લીનીંગમાં આપવાની જરૂર નથી, સિલ્કની સાડી હવે ઘરે વોશ કરી શકશો, જાણો કેવી રીતે....

આનાથી ડિઝાઇન એક બીજા સાથે ચોંટી જાય છે. એવામાં તમે સિલ્કની સાડીને અલગ અલગ જ્ગ્યા પર મૂકવાની આદત પાડો. સિલ્કની સાડીને હંમેશા સુતરાઉ કાપડની થેલીની અંદર પેક કરીને મૂકો. આમ કરવાથી સિલ્કની સાડીઓ પૂરી રીતે સેફ રહેશે.

Next Story