/connect-gujarat/media/media_files/2025/02/25/zfD2V4IStrOg3WRSWsmO.jpg)
ચોમાસામાં ઓઇલી અને ગ્રેસી સ્કિન એક સામાન્ય સમસ્યા છે, ખાસ કરીને જ્યારે વાતાવરણ ભેજવાળું હોય.
આ સમયે સ્કિનની કેર કરવી થોડું કઠિન બની શકે છે. પરંતુ, થોડા ઘરગથ્થુ ઉપાયોથી તમે તમારા ચહેરાને હાયડ્રેટેડ અને ગ્લોંગ બનાવી શકો છો. ચાલો જાણીએ કેટલાક સરળ અને પ્રાકૃતિક ઉપાય:
કીવી અને ખાંડ સાથે સ્ક્રબ બનાવો
કીવીમાં વિટામિન E અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે ત્વચાને ચમક આપે છે. જ્યારે ખાંડ ત્વચાને એક્સફોલિએટ કરે છે. કીવીની છાલ કાઢીને તેના પલ્પને મેશ કરો અને તેમાં દોઢ ચમચી ખાંડ ઉમેરો. જો તમારું ચહેરું સૂકું છે, તો ઓલિવ ઓઇલના થોડા ટીપાં ઉમેરો. આ સ્ક્રબ બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ દૂર કરવામાં પણ મદદ કરશે.
કોફી અને યોગર્ટ સ્ક્રબ બનાવો
દહીં ત્વચાને નમ અને ચમકદાર બનાવે છે, જ્યારે કોફી ત્વચાના રંગને સુધારે છે અને એક્સફોલિએટ કરે છે. એક ચમચી દહીંમાં એક ચમચી કોફી પાવડર ઉમેરો અને આ મિશ્રણને 8-10 મિનિટ સુધી ત્વચા પર હળવા હાથે લગાવો. આ સ્ક્રબ ત્વચાને સુંદર અને મલમલ જેવા બનાવે છે.
કાકડીનો સ્ક્રબ બનાવો
કાકડી ત્વચાને ઠંડક અને તાજગી આપે છે. તે ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરે છે અને સ્કિનને હાઇડ્રેટ પણ કરે છે. કાકડીને છીણીને તેમાં થોડી ખાંડ અને ગુલાબજળ મિક્સ કરો. હવે તમારું સ્ક્રબ તૈયાર છે, જે ત્વચાને સારી રીતે સાફ અને રિફ્રેશ કરશે.
આ સિમ્પલ અને પ્રાકૃતિક સ્કિન કેયર ટિપ્સ અપનાવીને તમે ચોમાસામાં પણ ત્વચાને આરોગ્યદાયક અને ગ્લોઇંગ રાખી શકો છો!