ડ્રાય અને સેન્સેટિવ સ્કિન માટે બેસ્ટ છે ચોખાનો લોટ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

આ ડેડ સ્કિનના સેલ્સને હટાવાથી લઇને ફેસ પરની લાલાશ ઓછી કરી નેચરલ ગ્લો આપવામાં હેલ્પ કરે છે. જોકે, તેનો ઉપયોગ કરતી વખતે સાવધાની જરૂર રાખો.

New Update
SKINCARE TIPS

ચોખાનો લોટ હેલ્ધી અને ચમકદાર સ્કિન માટે એક ફેમસ નેચરલી ઉપાય છે.

આ ડેડ સ્કિનના સેલ્સને હટાવાથી લઇને ફેસ પરની લાલાશ ઓછી કરી નેચરલ ગ્લો આપવામાં હેલ્પ કરે છે. જોકે, તેનો ઉપયોગ કરતી વખતે સાવધાની જરૂર રાખો.

આપણાં શરીરના અનેક અંગો ઘણા મજબૂત હોય છે. પરંતુ એક સ્કિન જ જે ખૂબજ સેન્સેટિવ હોય છે. એવામાં સ્કિનની સારસંભાળ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે તેની સારસંભાળ નથી કરતા ધ્યાન નથી આપતા તો તમારી સ્કિન નિસ્તેજ, નિર્જીવ અને શુષ્ક લાગે છે. આજ કાલના પ્રદુષણ, બિઝી લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ અને ખોટું ખાન પાન તેને ખરાબ કરી શકે છે. જેના કારણે અકાળે વૃદ્ધત્વ આવી શકે છે અને ત્વચા શુષ્ક થઈ શકે છે.

ચોખાનો લોટ માત્ર પ્રાચીન સમયથી જ ઉપયોગમાં લેવાતો નથી, પણ આયુર્વેદ પણ તેને ત્વચાને પોષણ આપનાર ઔષધિ માને છે. તાજેતરમાં થયેલી એક રિસર્ચમાં પણ તેના લાભો બતાવવામાં આવ્યા છે.ચોખામાં વિટામિન B, એલેન્ટોઈન, ફેરુલિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે ત્વચાને તંદુરસ્ત બનાવવામાં મદદ કરે છે.

ચોખાના લોટથી બનેલા ફેસ પેક, સ્ક્રબ કે ક્લિઝર લગાવવાથી ત્વચાના મૃત કોષો (Dead skin) દૂર થાય છે અને ચહેરો તાજો અને ચમકદાર દેખાય છે. તેમાં રહેલા સ્ટાર્ચ ત્વચાને ઠંડક આપે છે, જેના કારણે લાલાશ, બળતરા અને સૂજન ઓછા થાય છે.

ચોખાનો લોટ ત્વચા માટે અત્યંત લાભદાયક છે, પણ જો તમે તેનો વધુ ઉપયોગ કરો અથવા ખોટી રીતે કરો, તો કેટલીક ત્વચાસંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી, થોડી સાવચેતીઓ રાખવી જરૂરી છે:

1. ડ્રાય સ્કિન માટે:

વારંવાર ઉપયોગથી ત્વચાનું નેચરલી ઓઇલ (natural oil) દૂર થઈ શકે છે. જેના કારણે ત્વચા વધુ સૂકી લાગવા લાગે છે. ચોખાનો લોટ એક કુદરતી એક્સફોલીએટર છે, જે ત્વચાની ઉપરની સ્કિનને હટાવે છે.

2. સેન્સિટિવ સ્કિન માટે:

કેટલાક લોકોને લાલાશ, ખંજવાળ કે રેસિસ આવી શકે છે. તેથી નિયમિત ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ (patch test) કરવો જરૂરી છે.

3. પિંપલ્સ માટેઃ

જો ચોખાનો લોટ સારી રીતે ન ધોઈ શકાય, તો તે રોમછિદ્રોને અવરોધી શકે છે. જેના કારણે પિંપલ્સ, બ્લેકહેડ્સ કે વ્હાઇટહેડ્સ થઈ શકે છે.

Latest Stories