બેદાગ અને ત્વચા અને નિખાર મેળવવા માટે લોકો ઘણી બધી પ્રોડકટ્સનો ઉપયોગ કરતાં હોય છે. માર્કેટમાં અનેક એવી પ્રોડક્ટસ મળે છે જેનો ઉપયોગ કરીને તમે સ્કિનને ગ્લોઇંગ બનાવી શકો છો. પરંતુ આ તમામ પ્રોડેકટ્સ લાંબા સમયે તમારી સ્કિનને નુકશાન પહોચાડે છે. તો જાણો ક્યો ખાસ ઘરેલુ ઉપાય છે જે તમારી સ્કિનને ગ્લોઇંગ બનાવી શકે છે.
મલાઈ કરશે તમારી મદદ
રસોઈની મલાઈ કે જેને જોઈને દરેકનું મોઢું બગાડે છે. પરંતુ તે જ તમારી સ્કિનને ગ્લોઇન અને હેલ્ધી રાખે છે. મલાઈથી સ્કીન સોફટ બને છે. સાથે સાથે પિંપલ્સ અને એકનેની સમસ્યા પણ થતી નથી. મલાઈ લગાવવાથી સ્કિનને ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે. મલાઈ ચહેરાની સ્કિનને લચીલી બનાવે છે. મલાઈમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમા હોય છે. જે સ્કીને મુલાયમ બનાવવાની સાથે સુંદર પણ બનાવે છે.
કેવી રીતે ફેસ પર એપલાઇ કરશો
સૌ પ્રથમ એક વાટકીમાં 2 ચમચી મલાઈ અને મુલતાની માટી મિક્સ કરો. પછી ફેશપેકને બ્રશની મદદથી ફેશ પર સારી રીતે લગાવો. સુકાઈ જાય એટલે તેને વોશ કરી લો. લગભગ 20 મિનિટ સુધી આ કામ કરો. અઠવાડિયામાં 2 થી 3 વાર આ નુસખો અજમાવવાથી ચહેરા પર નિખાર આવશે.