બેજાન ત્વચા માટે સ્કીન એક્સપર્ટની સલાહ: ઘરે જ મેળવો કુદરતી ગ્લો

પ્રદૂષણ ત્વચાની સ્વાભાવિક ચમક છીનવી લે છે અને ગ્લોઈંગ ત્વચાનું સૌથી મોટું દુશ્મન બની ગયું છે. હવામાં રહેલા નાના ધૂળકણો અને રસાયણો સીધા ચહેરાની સપાટી પર ચોંટી જાય છે. જે ત્વચાના રોમછિદ્રોને બંધ કરી દે છે.

New Update
skincare

હવાના પ્રદૂષણમાં સતત વધારો થવાથી માત્ર શ્વસન અને હૃદય સંબંધિત રોગો જ નહીં, પરંતુ ત્વચા પર પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે.

પ્રદૂષણ ત્વચાની સ્વાભાવિક ચમક છીનવી લે છે અને ગ્લોઈંગ ત્વચાનું સૌથી મોટું દુશ્મન બની ગયું છે. હવામાં રહેલા નાના ધૂળકણો અને રસાયણો સીધા ચહેરાની સપાટી પર ચોંટી જાય છે, જે ત્વચાના રોમછિદ્રોને બંધ કરી દે છે. પરિણામે ત્વચા નિર્જીવ, બેજાન અને કરચલીઓથી ભરાઈ જાય છે. અનેક મહિલાઓ માટે આ એક મોટી ચિંતા બની ગઈ છે. જો કે, જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટોના જણાવ્યા મુજબ આ સમસ્યાનું ઉકેલ મોંઘી ટ્રીટમેન્ટમાં નહીં પરંતુ નિયમિત ઘરેલુ કાળજીમાં જ છે.

સ્કીન એક્સપર્ટના મતે, સૌપ્રથમ ત્વચાની નિયમિત સફાઈ કરવી ખૂબ જરૂરી છે. દિવસ દરમિયાન ધૂળ, પ્રદૂષણ અને પરસેવાથી ત્વચા પર ગંદકીની એક સ્તર ચોંટી જાય છે. તેથી સવારે અને સાંજે દિવસમાં બે વાર સલ્ફેટ-મુક્ત હળવા ક્લીન્ઝરથી ચહેરો ધોવો. પ્રથમ તેલ આધારિત ક્લીન્ઝરથી ત્વચાને ઊંડાણપૂર્વક સાફ કરો અને પછી પાણી આધારિત ક્લીન્ઝરથી ફ્રેશ લુક મેળવો. ત્યારબાદ હંમેશા મોઇશ્ચરાઇઝર લગાવો જેથી ત્વચા હાઇડ્રેટેડ રહે.

ત્વચાની મૃત કોષો દૂર કરવા માટે એક્સ્ફોલિએશન જરૂરી છે. સપ્તાહમાં એક કે બે વાર AHA અથવા BHA ધરાવતા હળવા એક્સફોલિયેટરનો ઉપયોગ કરવો જોઈએ. જો ત્વચા પર હાર્ડ સ્ક્રબ કરવામાં આવે તો તેનાથી ત્વચાની ઉપરની સ્તર પર નુકસાન થઈ શકે છે, તેથી એ ટાળવું જોઈએ. સફાઈ કર્યા પછી વિટામિન E, નિયાસીનામાઇડ અને ગુલાબજળ ધરાવતા ટોનરનો ઉપયોગ કરવાથી ત્વચાને ઠંડક અને નવો તેજ મળે છે. ત્યારબાદ હળવું સીરમ અથવા એસેન્સ લગાવવાથી ત્વચાની આંતરિક કાળજી થાય છે.

સ્કીન એક્સપર્ટો કહે છે કે પ્રદૂષણથી થતા નુકસાનથી બચવા માટે સંતુલિત આહાર અને જીવનશૈલી પણ એટલી જ મહત્વની છે. ત્વચાની ચમક જાળવવા માટે પાણી વધુ પીવું, એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર ફળો, શાકભાજી અને વિટામિન C, E તથા ઓમેગા-3 ધરાવતા ખોરાકનું સેવન કરવું જોઈએ. ઘરની બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરવો અને ચહેરા પર સનસ્ક્રીન લગાવવું અનિવાર્ય છે.

વાતાવરણમાં વધતા ધૂળ, ધુમાડા અને કેમિકલના સંપર્કથી માત્ર ત્વચા જ નહીં પરંતુ ફેફસાં અને હૃદય પર પણ ગંભીર અસર થાય છે. અસ્થમા, એલર્જી અને ફેફસાના ચેપ જેવી સમસ્યાઓ વધી શકે છે. તેથી નિયમિત કસરત, યોગ્ય આહાર અને પ્રદૂષણથી બચાવના ઉપાય અપનાવવાથી માત્ર શરીર નહીં, ત્વચા પણ લાંબા સમય સુધી સ્વસ્થ અને ચમકતી રહી શકે છે.

Latest Stories