Connect Gujarat
ફેશન

નવા બુટ અથવા ચપ્પલથી પગમાં ફોલ્લીઓ થઈ જતી હોય તો આ ટિપ્સ અપનાવો, આરામથી ફરી શકશો

નવા બુટ અથવા ચપ્પલથી પગમાં ફોલ્લીઓ થઈ જતી હોય તો આ ટિપ્સ અપનાવો, આરામથી ફરી શકશો
X

નવા ફુટવિયર પહેરવાનું સૌ કોઈને પસંદ હોય છે, કેટલાય લોકો બુટ અને ચપ્પલનો એટલો શોખ હોય છે કે તેઓ કપડા સાથે મેચિંગ અલગ અલગ ફુટવિયર પહેરવાનું પસંદ કરતા હોય છે. પણ મોટા ભાગે એવું થતું હોય છે કે, જ્યારે પણ આપણે નવા બુટ અથવા સેન્ડલ પહેરીએ છીએ તો, સ્કીન પર ઘસાવાના કારણે દુખાવો અથવા તો ઘણી વાર લોહી પણ નીકળવા લાગે છે.

પહેલા જ ઘસાવાના કારણે ફોલ્લીઓ થઈ જાય છે અને ઘણી વાર લોહી પણ નીકળવા લાગે છે. પગમાં લાગેલા આ ઘા જલ્દી ભરાતા નથી કેમ કે દરરોજ ચપ્પલ અથવા બુટ પહેરવાના કારણે તે વધારેને વધારે ઘસાતું રહે છે. અહીં અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે, નવા બુટના કારણે થયેલા ઘાને કેવી રીતે ઠીક કરવા અને બુટ ઘસાતા રોકવા માટે શું કરવું જોઈએ.

· બુટ અથવા ચપ્પલના કારણે થયેલા ઘસારાના દુખાવા પર નારિયળ તેલમાં કપૂર ભેળવીને લગાવી શકશો. કપૂરની 1-2 ગોળીઓનો પાઉડર નારિયળ તેલમાં મિલાવીને આપ પગના ઘા પર લગાવી શકશો, તેનાથી જલ્દી સારુ થઈ જશે.

· એન્ટી બેક્ટીરિયલ, એન્ટી ઈંફ્લેમેટરી ગુણોથી ભરપુર મધમાં હીલીંગના ગુણ ભરપૂર હોય છે. આપ પગના ઘા પર 1 ચમચી મધમાં એક ચમચી હુંફાળુ પાણી મિલાવીને મસાજ કરો અને 30 મિનિટ બાદ ધોઈ નાખો.

· એન્ટી સેપ્ટિક હળદરમાં લીમડાના પાનની પેસ્ટ બનાવો અને તેને ઘા પર લગાવો. તેનાથી ઘા જલ્દી સારો થઈ જશે અને સોજો પણ નહીં આવે.

· નવા બુટ પહેરવા પર જો દુખાવો અથવા ઘસાવાની સ્થિતિ આવે તો, તે જગ્યા પર બેન્ડેઝ લગાવી દો. આવું કરવાથી આપને રાહત મળી જશે.

· જો આપના ફુટવિયર પગની આંગળીઓ તરફ દુખાવો કરાવે છે, તો તેનાથી બચવા માટે બુટની અંદરની તરફ ફુટવિયરનો જે ભાગ વાગી રહ્યો છે, ત્યાં રુ મુકી દો. આવું કરવાથી પગમાં દુખાવો થશે નહીં.

· ફુટવિયરનો જે ભાગ વાગી રહ્યો છે, તેના પર ટેપ અંદરની તરફ લગાવી દો. તેનાથી ફોલ્લી અને ઈજા જેવી સમસ્યા નહીં આવે.

Next Story