વરસાદની સિઝનમાં પલળેલા ચપ્પલ અને બુટ જલ્દી નથી સુકતા? તો આ ટિપ્સ અજમાવો..

બુટ જો પલળેલા રહે તો તે ખરાબ તો થાય જ છે, પણ તેમાં બેક્ટેરિયા પણ થાય છે પગમાં ફંગસ થવાથી ખંજવાળ અને સ્કિન ડિઝીઝ વગેરે પણ થઈ શકે છે.

New Update
વરસાદની સિઝનમાં પલળેલા ચપ્પલ અને બુટ જલ્દી નથી સુકતા? તો આ ટિપ્સ અજમાવો..

ચોમાસુ લગભગ હવે મોટા ભાગના રાજ્યોમાં પ્રવેશી ચૂક્યું છે. તો વળી સ્કૂલ કોલેજના વેકેશન વગેરે પણ ખતમ થઈ ચુક્યા છે. ત્યારે આવા સમયે જો આપ કામ પર જતી વખતે અથવા સ્કૂલે જતી વખતે આપના બુટ ભીના થઈ જાય તો ટેન્શનમાં આવી જવાય કે, બીજા દિવસે શું કરીશું. હકીકતમાં જોઈએ તો, બુટ જો પલળેલા રહે તો તે ખરાબ તો થાય જ છે, પણ તેમાં બેક્ટેરિયા પણ થાય છે પગમાં ફંગસ થવાથી ખંજવાળ અને સ્કિન ડિઝીઝ વગેરે પણ થઈ શકે છે. ત્યારે આવા સમયે તેને ડ્રાઈ અને ક્લીન રાખવા ખૂબ જરુરી છે. તો આવો જાણીએ આપ આપના બુટ અને ચપ્પલને વરસાદી સિઝનમાં કેવી રીતે ડ્રાઈ અને ક્લીન રાખી શકશો.

Advertisment

પહેલા આ કામ કરો: જ્યારે પણ પલળીને ઘરે આવો તો, સૌથી પહેલા બુટની લેસ કાઢી નાખો અને તેને ઉલ્ટા કરીને હવા આવતી હોય તેવી જગ્યા પર રાખી મુકો, જેથી તેનું પાણી નીકળી જાય અને સુકાઈ જાય. આપ તેને સુકવવા માટે તડકામાં અથવા ટેબલ ફેનનો ઉપયોગ કરી શકશો. આ વાતનું ધ્યાન રાખો કે, જ્યાં સુધી આપના બુટ સારી રીતે સુકાઈ ન જાય, ત્યાં સુધી તેને શૂ રૈકની અંદર ન નાખો. આવું કરવાથી તેમાં તરત બેક્ટેરિયા અને ફંગસ થઈ શકે છે.

· અખબારથી ડ્રાઈ કરો:-

જો બુટ ગંદા થઈ ગયા છે, તો તેને સારી રીતે ધોઈ લો. બાદમાં તેનું પાણી કાઢી નાખો. ન્યૂઝ પેપર લઈ તેને બોલ બનાવીને બુટની અંદર સારી રીતે ફીટ કરી દો. હવે ન્યૂઝ પેપરને સારી રીતે બહારથી પણ લપેટીને આખી રાત હવામાં રાખી મુકો. સવાર સુધીમાં ડ્રાઈ થઈ જશે.

· વોશિંગ મશીનનો ઉપયોગ કરો:-

આપ કોઈ તકિયાનું કવર લઈ અને તેમાં ધોયેલા બુટ રાખી મુકો. હવે તેને મશીનમાં નાખો અને સાથે અમુક ડ્રાઈ કપડામાં પણ નાખી. હવે મશીનને ડ્રાયર મોડ પર 20 મીનિટ સુધી ચલાવો. બુટ એકદમ સુકાઈ જશે.

· વૈક્સ પોલિશ અથવા વૈસલિનથી બનાવો વોટર પ્રુફ:-

Advertisment

જો આપ ઓફિસે અથવા સ્કૂલ જવા માટે લેદર શૂઝનો ઉપયોગ કરો છો તો ચોમાસામાં વૈક્સ પોલિસનો ઉપયોગ કરો. વૈક્સ આપના બુટને વોટર પ્રુફ બનાવશે અને પાણી લાગવા પર તે ભીના થશે નહીં. જો આપની પાસે વૈક્સ પોલીશ નથી તો, આપ વૈસલીનનો પણ ઉપયોગ કરી શકશો.

· કેળાની છાલનો ઉપયોગ:-

વરસાદમાં જો પાણી લાગવાથી આપના લેદર શૂઝની ચમક ગાયબ થઈ ગઈ છે, તો આપ એક કેળું લઈ તેના છાલને કાઢી અંદરના ભાગને સારી રીતે રગડો. ત્યાર બાદ બુટને કોઈ નેપકીનની મદદથી રગડો. બુટ ચમકવા લાગશે.

Advertisment