20 મિનિટમાં દૂર થશે જિદ્દી ટેનિંગ: ઘરે બનાવો બેસન–કોફી ફેસપેક

બેસન, મુલતાની માટી, કોફી અને લીંબુ જેવા ઘરેલુ ઘટકો ત્વચાને સૌમ્ય રીતે સાફ કરીને માત્ર થોડા સમયમાં જ ટેનિંગ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

New Update
WINTER FACE PACK

તડકામાં ફરવાની કારણે ચહેરા અને હાથ પર પડતી ટેનિંગની સમસ્યા ખૂબ સામાન્ય છે.

બજારમાં મળતા અનેક મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા પછી પણ ઘણી વખત નોંધપાત્ર અસર દેખાતી નથી અને તેમાં રહેલા કેમિકલ્સ ત્વચાને નુકસાન પહોંચાડવાની શક્યતા પણ રહે છે. 

આવી સ્થિતિમાં કુદરતી ઉપાયો વધુ અસરકારક અને સલામત માનવામાં આવે છે. બેસન, મુલતાની માટી, કોફી અને લીંબુ જેવા ઘરેલુ ઘટકો ત્વચાને સૌમ્ય રીતે સાફ કરીને માત્ર થોડા સમયમાં જ ટેનિંગ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

આ ફેસપેક બનાવવું ખૂબ જ સરળ છે. એક વાટકીમાં બે ચમચી બેસન, એક ચમચી મુલતાની માટી, એક નાનું કોફી પેકેટ, આઠથી દસ ટીપાં લીંબુનો રસ અને બે ચમચી દહીં મેળવીને સારી રીતે મિક્ષ કરી લો.

તૈયાર થયેલું પેસ્ટ ચહેરા અને ગળા પર હળવે હાથથી મસાજ કરતાં લગાવો અને તેને આશરે 20 મિનિટ સુધી સૂકવા દો. સમય પૂરો થયા બાદ સાદા પાણીથી ધોઈ લો. પ્રથમ જ ઉપયોગથી ચહેરા પર એક પ્રાકૃતિક ગ્લો અને હળવાશનો અહેસાસ થવા લાગે છે. લાંબા ગાળાના અને વધુ અસરકારક પરિણામ માટે આ ફેસપેક અઠવાડિયામાં ત્રણ વખત અપનાવી શકાય છે.

આ ઉપાયમાં સામેલ ઘટકો ત્વચા માટે બહુ ફાયદાકારક છે. બેસન ત્વચાના ડેડ સેલ્સ દૂર કરીને ચહેરાને બ્રાઈટ બનાવે છે. મુલતાની માટી સનબર્ન શાંંત કરતી અને ત્વચા ઠંડી રાખતી છે. કોફી ત્વચાની ડલનેસ ઘટાડીને સ્વાભાવિક તેજ આપે છે, જ્યારે લીંબુના રસમાં રહેલું વિટામિન C પિગમેન્ટેશન અને મલિનતા ઘટાડવામાં અસરકારક બને છે. આ સરળ અને કુદરતી ફેસપેકને નિયમિત રીતે અપનાવવાથી ટેનિંગની સમસ્યાથી ઝડપી રાહત મળી શકે છે.

Latest Stories