/connect-gujarat/media/post_banners/783627ce9e62ceae0e9120ceb1216ca0521d84b069f3667cba542d7d89294007.webp)
શિયાળો ફૂલ જોશમાં ચાલી રહ્યો છે. કાતિલ ઠંડી પાડવાની પણ શરૂઆત થઈ ગાય છે. આવા સમયે એક તો સ્કીન અને બીજું છે વાળ... આ બે વસ્તુઓની ખુબ જ કાળજી રાખવી પડે છે. જેમ જેમ ઠંડી વધે છે તેમ તેમ ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ પણ વધતી જાય છે. તેથી જ જરૂરી થઈ જાય છે કે શિયાળામાં સ્વાસ્થ્ય અને ત્વ્ચનું ખાસ ધ્યાન રાખવામા આવે. શિયાળામાં આમ તો અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. પરંતુ તેમાં સૌથી ગંભીર અને સૌથી સામાન્ય સમસ્યા હોય તો તે છે ત્વચાની ડ્રાઈનેશ... જો શિયાળામાં તમારે ત્વચાની ડ્રાઈનેશથી બચવું હોય તો તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી સ્કિનની ડ્રાઈનેશ દૂર થશે અને ત્વચા એકદમ સુંદર દેખાશે.
મધ
મધનો ઉપયોગ પ્રાકૃતિક મોઈશ્ચરાઇઝર તરીકે કરવામાં આવે છે. જે ત્વચાને સોફટ અને ચમકદાર બનાવે છે. આથી જ જો સ્કીન ડ્રાય જણાઈ તો મધ લગાવવું જોઈએ.
એલોવેરા જેલ
એલોવેરા પણ એક પ્રકારની નેચરલ મોઈશ્ચરાઇઝર છે. જે ત્વચાને હાઈડ્રેટ કરે છે. અને સાથે જ સોફટ બનાવવામાં પણ મદદ કરે છે. તમે એલોવેરાને ડાઇરેકટ તમારી સ્કીન પર લગાવી શકો છો અથવા તો કોઈ બીજા મોઈશ્ચારાઇઝર સાથે મિકસ કરીને પણ લગાવી શકો છો.
બદામનું તેલ
બદામનું તેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી ત્વચા કોમલ અને ચમકદાર બને છે. બદામ તેલને તમે ડાઇરેકટ ચહેરા પર એપ્લાઈ કરી શકો છો.
નારિયેળ તેલ
નારિયેળ તેલ એ ડ્રાઈત્વચા માટે એકદમ બેસ્ટ છે. ખાસ કરીને હાથ અને પગની ત્વચાની ડ્રાયનેશને નારિયેળ તેલ ઝડપથી દૂર કરે છે. નારિયેળ તેલ ત્વચામાં મોઈશ્ચરને સેવ કરે છે અને ડ્રાયનેશથી બચાવે છે.