સફેદ વાળને મૂળમાંથી કાળા કરશે રસોડાની આ વસ્તુઓ, જાણો કેમ કરવો તેનો ઉપયોગ.....

આજના સમયમાં બદલાતી લાઈફસ્ટાઇલના કારણે, પ્રદૂષણના કારણે અને અનહેલ્ધી ખાવા પીવાના કારણે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થઈ રહી છે.

New Update
સફેદ વાળને મૂળમાંથી કાળા કરશે રસોડાની આ વસ્તુઓ, જાણો કેમ કરવો તેનો ઉપયોગ.....

આજના સમયમાં બદલાતી લાઈફસ્ટાઇલના કારણે, પ્રદૂષણના કારણે અને અનહેલ્ધી ખાવા પીવાના કારણે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થઈ રહી છે. ખરાબ લાઈફ સ્ટાઇલના કારણે લોકો નાની ઉંમરમાં જ બીમારીઓનો શિકાર બનવા લાગે છે. ત્યારે તેમની જ એક ગંભીર સમસ્યા છે નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવા. ઘણા લોકો તો એવા પણ હોય છે કે જેને માત્ર 25 વર્ષની ઉંમરમાં જ સફેદ વાળ થઈ જતાં હોય છે. તો નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જવા એ ખૂબ જ ચિંતાનો વિષય બની શકે છે તો આજે અમે તમને એવા કેટલાક ઘરગથ્થું ઉપચાર વિષે જણાવીશું કે જેના કારણે સફેદ થઈ રહેલા વાળ કાળા થઈ જાય.

સફેદ વાળને નેચરલી કાળા કરવાના ઉપાયો...

મેથી અને ગોળ

· જો તમે કુદરતી રીતે જ નેચરલી વાળ કાળા કરવા ઇચ્છતા હોવ તો મેથી અને ગોળનું સેવન કરવું જોઈએ. આયુર્વેદમાં પણ આ બે વસ્તુઓના કોમ્બિનેશનને ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. મેથી અને ગોળને વાળમાં લગાવવાથી વાળમાં ડાર્કનેશ ફરીથી આવવા લાગે છે. સાથે સાથે જ ખરતા વાળની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

મેથીના પાણીથી વાળ ધોવા

· મેથી વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ફાયદો મેળવવા માટે એક વાસણમાં પાણી લો. તેમાં હવે મેથીના દાણા મિક્સ કરો અને તેને બરાબર ઉકાળો. ત્યાર બાદ આ પાણીને ઠંડુ થવા દો. હવે આ પાણીને માથા પર લગાવો ને 15 મિનિટ પછી વાળને પાણીથી ધોઈ નાખો.

મેથીની પેસ્ટ

તમે વાળને નેચરલી કાળા કરવા માટે માથામાં મેથીની પેસ્ટ પણ લગાવી શકો છો. આ માટે 2 ચમચી મેથીને 1 વાટકી પાણીમાં પલાળી દો. સવારે આ મેથીની પેસ્ટ બનાવીને વાળમાં લગાવો. ત્યાર બાદ 30 મિનિટ સુધી આ પેસ્ટને વાળમાં લગાવીને રાખો. અને પછી વાળને ધોઈ નાખો. થોડા દિવસ સુધી નિયમિત વાળમાં મેથી લગાવવાથી તમારા વાળ નેચરલી કાળા થઈ જશે.

Latest Stories