ડેસ્ટિનેશન વેડિંગ અટેઇન કરવાની મજા જ કઈક અલગ હોય છે. આવી સ્થિતિમાં જો તમે લગ્નના ફંક્શન માટે સુંદર ડ્રેસ શોધી રહ્યા છો તો તમે આ આઉટફિટ્સ ટ્રાઈ આકરી શકો છો. આ પ્રકારના ડ્રેસમાં તમે ખૂબ જ ખાસ અને એકદમ સુંદર લાગશો.
ડેસ્ટિનેશન વેડિંગ માટે તમે ડાર્ક કલરના સ્કર્ટ સાથે સફેદ રંગનો શર્ટ પણ પહેરી શકો છો. આ પરકર્ણા ડ્રેસમાં તમને એક અલગ લુક મળશે. આ સાથે તમે ખૂબ જ શાનદાર દેખાસો. તમે તમારા વાળને ખુલ્લા છોડી શકો છો અને વેવિ હેર સ્ટાઈલ આપી શકો છો.
ડેસ્ટિનેશન વેડિંગમાં હાજરી આપવા માટે તમે સિલ્કની સાડી પણ પહેરી શકો છો. સિલ્ક સાડી લગ્ન જેવા ખાસ પ્રસંગ માટે યોગ્ય છે. સિલ્કની સાડી એવરગ્રીન છે તે હંમેશા ટ્રેન્ડમાં રહે છે. સાડી સાથે હેર સ્ટાઈલ માટે તમે તમારા વાળમાં બન બનાવીને ગજરો નાખો શકો છો.
આ સિવાય જો તમારે કઈક અલગ જ દેખાવું હોય તો તમે કો-ઓર્ડ સેટ પણ પહેરી શકો છો. આ ડ્રેસ તમને ક્લાસિ અને એલિગન્ટ લુક આપશે. આ ડ્રેસ માટે તમે તમારા વાળને ઊંચા બનમાં બાંધી શકો છો અને હેર એક્સેસરીઝનો ઉપયોગ કરી શકો છો.
સિકવન્સ સાડી પણ આજકાલ ખૂબ જ ટ્રેન્ડ માં ચાલે છે. તમે પિન્ક, ગ્રીન કે બ્લૂ કલરની સિકવન્સ સાડી પહેરી શકો છો. આ સાથે ખૂબ જ હેવી મેકઅપ કરવામી જરૂર નથી. આ પ્રકારની સાડી તમારા લૂકને હાઇલાઇટ કરશે.