આ આજ કાલની ઝડપી અને ભાગદોડ ભરી જિંદગીમાં સ્કિનની કેર કરવાનો ક્યાં સમય જ મળે છે. સ્કીન કેર ના કરવાને કારણે મોં પર ખીલ, કાળા ડાધા, બ્લેકહેડ્સ, આંખો નીચે કાળા કુંડાળા તેમજ અણગમતા વાળની સમસ્યા રહેતી હોય છે. આ 5 સમસ્યા તમારા ફેસને એકદમ ખરાબ બનાવી નાખે છે. આમ તમે આ 5 ટાઈપની સમસ્યાને દૂર કરવા માટે ટામેટાનો ફેશપેક લગાવી શકો છો.
· ટમેટાનો ફેશપેક કેવી રીતે બનાવવો?
ટમેટાનો ફેશપેક એક જ મિનિટમાં બની જાય છે. ટામેટાના આ ફેશપેકને બનાવવા માટે સૌ પ્રથમ ટામેટાં લો. અને તેની મિકસરમાં પેસ્ટ તૈયાર કરો. પછી આ પેસ્ટમાં અડધી ચમચી ચણાનો લોટ નાખી દો. હવે આ પેસ્ટમે અડધી ચમચી મસૂરની દાળ નાખો. ત્યાર બાદ આ ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે ટમેટાનો આ ફેશપેક.....
· આ ફેશપેકને કેવી રીતે ચહેરા પર એપ્લાઇ કરવો?
સૌ પ્રથમ ચહેરાને પાણીથી ધોઈ નાખો. પછી આ તૈયાર કરેલા ટામેટાના ફેશપેકને લગાવો. ટમેટાનો આ ફેશપેક ચહેરા પર લગાવ્યા પછી તેને 3 મિનિટ સુધી એમ જ ચહેરા પર રહેવા દો. ત્યાર બાદ એક મિનિટ સુધી મસાજ કરો અને પછી ચહેરાને પાણીથી ધોઈ નાખો. ત્યાર બાદ 4 થી 5 આઈસ ક્યુબ લો અને તેને ચહેરા આપે મસાજ કરો. આઈસ ક્યુબ તમારા ચહેરાને ઠંડક આપશે. આ સાથે જ તમારી સ્કિનને અંદરથી ડીપ ક્લીન કરશે. આ પેશપેક તમે રેગ્યુલર લગાવશો તો અનેકગણા ફાયદા થશે.
ટામેટાના આ ફેશપેકને અઠવાડિયામાં 2 થી 3 લગાવવાથી તમારા મોંની 5 સમસ્યા દૂર થાય છે.
1. આ ફેશપેકથી અણગમતા વાળ દૂર થાય છે.
2. આ ફેશપેક સ્કીન પર નેચરલી ગ્લો લાવે છે.
3. ફેશિયલ કરતાં પણ વધુ ગ્લો આ ફેશપેકના ઉપયોગથી આવે છે.
4. ચહેરો ડીપ ક્લીન થાય છે.
5. ચહેરા પર ચમક આવે છે.