/connect-gujarat/media/media_files/2024/11/27/mN5QaQG6lyVvHd3YfICI.jpg)
શિયાળાની ઠંડી હમાનું આરોગ્ય જ નહીં, આપણું સૌંદર્ય પણ અસર કરે છે. ઠંડીના કારણે ત્વચા સુકાઈ જાય છે, ચહેરાની ચમક ઘટે છે અને એડીમાં તિરાડ પણ શરૂ થઈ જાય છે.
આવી ઋતુમાં જો ચહેરાની કુદરતી સુંદરતા જાળવવી હોય તો ઘરેલુ ઉપચાર સૌથી સુરક્ષિત અને અસરકારક રહે છે. તેમાં ટામેટો એવી વસ્તુ છે જે શિયાળામાં માત્ર સૂપ કે સલાડમાં જ નહીં, પરંતુ સ્કિનકેરમાં પણ ચમત્કારિક પરિણામ આપે છે. લાલ લાલ ટામેટાંમાં રહેલા એન્ટી-ઑક્સિડન્ટ્સ અને વિટામિન ત્વચાને હૂંફાળું પોષણ આપે છે અને નિર્જીવ પડેલી સ્કિનને નવી ચમક આપે છે.
ટામેટોમાં રહેલું લાઇકોપીન ત્વચાની અંદરની ગંદકી બહાર કાઢે છે અને ચેહરાને તેજસ્વી બનાવે છે. ટામેટાનો સરળ ફેસપેક ઘરે જ બનાવવામાં આવે છે: એક તાજા ટામેટાને ક્રશ કરીને તેનું રસ કાઢો, તેમાં એક ચમચી દહીં અથવા મધ ભેળવો અને આ મિશ્રણ ચહેરા પર લગાવો. 15–20 મિનિટ બાદ સાદા પાણીથી ધોઈ લો. દહીં ત્વચાને નરમ કરે છે અને મધ ગ્લો વધારવા માટે પ્રખ્યાત છે, તેથી બંને સાથે મળીને આ ફેસપેક ચહેરાને તરોતાજા અને મોઈશ્ચરાઈઝ્ડ રાખે છે.
ટામેટાનો ઉપયોગ ફેસ સ્ક્રબ તરીકે પણ કરી શકાય છે, ખાસ કરીને જ્યારે ત્વચા પર મૃત કોષો જમા થઈ જાય અને ચેહરો નિર્જીવ દેખાવા લાગે. ટામેટાંના પલ્પને ચણાના લોટ અથવા થોડી ખાંડ સાથે ભેળવી ચહેરા પર હળવી માલિશ કરો. 20 મિનિટ બાદ ધોઈ નાખવાથી સ્કિન સાફ થાય છે, પોર્સ ખુલ્લા થાય છે અને મલાઈદાર નરમાશ અનુભવાય છે. શિયાળામાં આ સ્ક્રબ ત્વચાને રિફ્રેશ રાખવાનું ઉત્તમ માનવામાં આવે છે.
ટોનર તરીકે ટામેટાનો રસ અત્યંત ફાયદાકારક છે. તેમાં રહેલા વિટામિન C અને લાઇકોપીન ત્વચાના ડાઘ–ધબ્બા ઘટાડવામાં મદદ કરે છે અને સ્કિન ટોનને સમતોલ બનાવે છે. ટામેટાનો તાજો રસ કોટનથી ચહેરા પર લગાવો અને થોડા જ દિવસોમાં ફેરફાર અનુભવો. ટામેટું કુદરતી રીતે સ્કિન ટાઈટનિંગ કરે છે, તેથી તે શિયાળામાં ઢીલું પડતું ચામડું પણ સુધારે છે.
નિયમિત રીતે ટામેટાનો ફેસપેક, સ્ક્રબ અને ટોનરનો ઉપયોગ કરવાથી ત્વચા પર શિયાળાની અસર ઓછો પડે છે અને ચહેરો આખો દિવસ તેજસ્વી અને ગ્લોઇંગ દેખાય છે.