ગ્લોઈંગ સ્કીન અને લોન્ગ હેર માટે ટ્રાય કરો આ ટીપ્સ; જાણો અભિનેત્રી અશનૂર કૌરની સુંદરતાનું રહસ્ય

આજકાલ યુવતીઓ સુંદર ત્વચા અને હેલ્ધી વાળ માટે મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. તો કેટલીક યુવતીઓ વારંવાર બ્યુટી પાર્લરનો ખર્ચ કરે છે. બિગ બોસ ફેમ એક્ટ્રેસ ગ્લોઇંગ સ્કીન અને લોન્ગ હેર માટે બેસ્ટ ટીપ્સ શેર કરી છે.

New Update
long hair

આજકાલ યુવતીઓ સુંદર ત્વચા અને હેલ્ધી વાળ માટે મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. તો કેટલીક યુવતીઓ વારંવાર બ્યુટી પાર્લરનો ખર્ચ કરે છે. બિગ બોસ ફેમ એક્ટ્રેસ ગ્લોઇંગ સ્કીન અને લોન્ગ હેર માટે બેસ્ટ ટીપ્સ શેર કરી છે.

ગ્લોઈંગ સ્કીન અને લોન્ગ હેર હોય તેવું દરેક યુવતીઓની ઇચ્છા હોય છે. હંમેશા યુવતીઓ સોશિયલ મીડિયામાં પર તેની માહિતી મેળવવા ગુગલ પર સર્ચ કરતી હોય છે. આજકાલ આમ, પણ કોઈપણ માહિતી કે કંઈ જાણકારી મેળવવી હોય તો ગૂગલ બાબાનો જ લોકો ઉપયોગ કરે છે. હાલમાં બિગ બોસ 19 ફેમ અશૂનર કૌરે સોશિયલ મીડિયામાં પોતાની ગ્લોઇંગ સ્કીન અને લોન્ગ હેરને લઈને ફેન્સ સાથે વાતો શેર કરી છે. 

બિગ બોસ 19ની સ્પર્ધક અશનૂર તેના અભિનય અને સ્માર્ટ ગેમપ્લે માટે જ નહીં પરંતુ તેની સ્વસ્થ જીવનશૈલી માટે પણ અત્યારે સમાચારમાં છે. અશનૂર કૌરે ફેન્સ સાથે પોતાના સુંદરતા અને લાંબા વાળનું રહસ્ય ખોલ્યું. ત્વચા માટે આ ડ્રિંકસ વધુ ઉપયોગી છે. 1 ગ્લાસ પાણીમાં એલોવેરા જેલ, જાયફળ અને આદુ નાખી હેલ્ધી ડ્રિંકસ તૈયાર કરવું. આ ડ્રિંકસનું સવારે ખાલી પેટે હૂંફાળું સેવન કરવું. આ ડ્રિંકસ શરીરને ડિટોક્સ કરશે અને ત્વચામાં નિખાર આવશે. આ ત્રણ ઘટકોનું મિશ્રણ શરીર અને ત્વચાને અંદરથી સ્વસ્થ બનાવે છે. વાળ લાંબા કરવા નાળિયેર તેલમાં મેથીના દાણા ડુંગળી, લીમડાના પાન અને હિબિસ્કસના ફૂલો ઉમેરી એક તેલ તૈયાર કરવું. પછી તેને સપ્તાહમાં બેથી ત્રણ વખત માથામાં લગાવું.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનનો બિગ બોસ 19 શો અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. આ શોની તમામ સિઝન ટ્રેન્ડમાં હોય છે અને દર્શકોને પસંદ પણ આવે છે. બિગ બોસ 19માં ભાગ લેનાર સેલીબ્રીટીને લઈને હંમેશા દર્શકોમાં એક ઉત્સુકતા રહેતી હોય છે. દર્શકો સેલિબ્રીટીની અંગત લાઈફ અને તેના લાઈક-ડિસલાઈક જાણવા ઇચ્છે છે. અભિનેત્રી અશનૂર કોર બિગ બોસ 19 સિઝનનો હિસ્સો છે.  સૌથી નાની અને ચુલબુલી સ્પર્ધક અશનૂર કૌર અનેક ટીવી શોમાં અભિનય કરી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે.

Fashion tips | glowing skin | Long Hair I THE  Fashion tips 

Latest Stories