/connect-gujarat/media/post_banners/25758c329d0f3e4d21691cc992f53b762ea0005941af860e5bfd64000140c3f7.webp)
ગ્લોઇંગ અને સુંદર ત્વચાની ઈચ્છા માટે છોકરીઓ પોતાના બ્યુટી કલેકશનમા અનેક પ્રકારની પ્રોડક્ટસનો ઉપયોગ કરતાં હોય છે. તમે આ બધી પ્રોડક્ટપર ખૂબ જ ખર્ચા કરો પરંતુ તો પણ જોઈએ તેવું પરિણામ મળતું નથી. તો આજે અમે તમને એવા અનેક હોમમેડ ઉપચાર વિષે જણાવીશું જેની મદદથી તમારી સ્કીન એકદમ સુંદર અને ચમકદાર બની જસે. આજે અમે તમને કિવીના કેટલાક હોમમેડ ફેસ પેક વિષે જણાવીશું. આ ફળમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે. જે તમારી ત્વચા પર જાદુ જેવુ કામ કરે છે. ચાલો જોઈએ કેવી રીતે આ ફેશપેક ઘરે બનાવવો.
1. દહીં અને કિવીનો ફેશપેક
એક બાઉલમાં એક કિવીનો પલ્પ કાઢી તેમાં એક ચમચી દહીં ઉમેરીને બરાબર મિક કરી લો. આ પેકને તમારી ગરદન અને ચહેરા પર લગાવો. પછી તેને 10 થી 20 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો. ત્યાર બાદસુકાઈ ગયા બાદ તેને પાણીથી ધોઈ નાખો.
2. કિવી અને એલોવેરા
એક છુંદેલા કિવીમાં એલોવેરા જેલ મિકસ કરી પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદનના ભાગમાં સારી રીતે લગાવો, તેને લગભગ 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈ નાખો. આ પેકનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાને પોષણ અને ચમક મળશે.
3. કિવી અને કેળાં
એક બાઉલમાં કિવિના પલ્પને એકત્રિત કરો અને તેમાં મેષ કરેલા કેળાં ઉમેરો. હવે તેમાં એક ચમચી દહીં ઉમેરો. સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા અને ગરદન ના ભાગે લગાવો અને તેને 20 થી 30 મિનિટ માટે પેકને સુકવવા દો. ત્યાર બાદ પાણીથી ચહેરાને ધોઈ નાખો. આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર પ્રયોગ કરવાથી તમારો ચહેરો એકદમ ચમકિલો થઈ જશે.