જ્યારે વાળને મુલાયમ બનાવવાની વાત આવે ત્યારે દાદીમાના નુસખા યાદ આવે છે. અનેક મોંઘી ટ્રીટમેંટ બાદ પણ વાળને સિલ્કી અને લાંબા બનાવી શકતા નથી. પરંતુ આજે અમે તમને એવો એક ઘરેલુ ઉપચાર બતાવીશુ જે તમને જરૂર ઉપયોગી થશે. જો તમે વાળ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તમને રસોડમાં જ તેનો ઉપાય મળી જશે. અને તે તમારા વાળને કાળા અને સિલ્કી કરશે સાથે સાથે વાળ ખરવાની સમસ્યામાંથી પણ છુટકારો અપાવશે.
· વાળ માટે કરો છાસનો ઉપયોગ
દહીંને વલોવ્યા પછી જે તેમાંથી ઘી કાઢી લઈ જે પ્રવાહી વધે છે તેને છાસ કહેવામા આવે છે. તે પ્રોટીન, ચરબી અને લેકટીક એસિડનો ભંડાર છે. છાસ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ફેંકી દેવાના ડબલે તમે તેને વાળમાં લગાવીને તમારા વાળ કાળા, લાંબા અને સિલ્કી બનાવી શકો છો.
· કેવી રીતે કરવો છાસનો ઉપયોગ
સૌ પ્રથમ વાળને હળવા ભીના કરો. હવે આંગળીઓની મદદથી છાસ વડે માથાની ચામડીની મસાજ કરો. વાળના મુળથી છેક છેડા સુધી છાસ લગાવો. વાળના મુળ અને તે જગ્યાઓ પર વધુ ધ્યાન આપો જે ભાગ માં ચિકાશની સમસ્યા વધુ હોય. થોડી મિનિટો સુધી માથાની ચામડીને સારી રીતે મસાજ કરો. તેનાથી વાળના મૂળમાં છાસ સારી રીતે કામ કરશે, અને બ્લડ સર્ક્યુલેશન વધશે. મસાજ કર્યા પછી છાસને વાળમાં 10 થી 15 મિનિટ રહેવા દો. તમે શાવર કેપનો ઉપયોગ કરી શકો છો. તે પછી વાળને હૂંફાળા પાણીથી સાફ નાખો. આમ કરવાથી તમારા વાળ એકદમ કાળા, સિલ્કી, ખૂબ જ મુલાયમ અને લાંબા થશે. છાસ ભલે ગમે તેટલી ફાયદાકારક હોય પરંતુ જરૂરી નથી તે બધાના વાળમાં શુટ થાય આથી વાળમાં છાસ એપલાઈ કરતાં પહેલા પેચ ટેસ્ટ જરૂરથી કરવો. જેમને લેકટોઝની એલર્જી હોય તેવા લોકોએ છાશનો ઉપયોગ ના કરવો જોઈએ.