આંખોની નીચે ડાર્ક સર્કલ થવાનું શું છે કારણ? એક્સપર્ટ પાસે જાણો

આંખો નીચે અને કુંડાળાએ વૃદ્ધત્વની નિશાની પણ માનવામાં આવે છે, પરંતુ આજના સમયમાં, યુવાનોમાં પણ કુંડાળા પડવાની સમસ્યા જોવા મળે છે.......

New Update
Dark Circle

આંખો નીચે ડાર્ક સર્કલ ખૂબ જ સામાન્ય છે. ઊંઘનો અભાવ, ખાવામાં બેદરકારી, તણાવ, વૃદ્ધત્વ, ડિહાઇડ્રેશન અથવા સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી પણ ડાર્ક સર્કલ આવે છે. આંખો નીચે અને કુંડાળાએ વૃદ્ધત્વની નિશાની પણ માનવામાં આવે છે, પરંતુ આજના સમયમાં, યુવાનોમાં પણ કુંડાળા પડવાની સમસ્યા જોવા મળે છે.

કિશોરાવસ્થાના બાળકોમાં પણ ડાર્ક સર્કલ થવાની સમસ્યા હોય છે. ઘણા લોકોમાં ડાર્ક સર્કલની સમસ્યા આનુવંશિક હોઈ શકે છે, તેથી તેને સંપૂર્ણપણે અટકાવવી થોડી મુશ્કેલ છે. આવા લોકોએ તેમની દિનચર્યા અને ત્વચાની સંભાળ પર વધુ ધ્યાન આપવું જોઈએ. તો ચાલો જાણીએ કે ડાર્ક સર્કલ કેમ થાય છે અને તેને દૂર કરવાના ઉપાય શું છે. 

ડાર્ક સર્કલ થવાના કારણો

ડાર્ક સર્કલ થવા અંગે ડૉક્ટરનું કહેવું છે કે, 'આંખોની નીચે ખૂબ જ નાનો એક ફેટ પોકેટ (સોફ્ટ જેન્ટલ ફેટ પાર્ટ) હોય છે, જે આનુવંશિક રીતે ઉંમર વધવાની સાથે સૌથી પહેલા ગાયબ થાય છે અને 14-15 વર્ષની ઉંમરે પણ આ પોકેટ ગાયબ થઈ જાય છે. આ જ કારણથી આંખોની નીચે ડાર્ક સર્કલ થવા લાગે છે.

ખાસ કરીને જો જીન્સમાં તે પેટર્ન હોય, તો ટીન એજમાં જ અંડર આઈ ફેટ પાર્ટ નીકળી જાય છે અને તેનાથી પોલાણ (હોલોનેસ) આવી જાય છે. સીધા શબ્દોમાં કહીએ તો, ત્વચા એટલી ડાર્ક નથી હોતી, પરંતુ ફેટ પોકેટ નીકળી જવાથી ખાડા જેવું બની જાય છે અને પ્રકાશનું પરાવર્તન (લાઇટ રિફ્લેક્શન) ન થવાને કારણે સામેવાળાને ત્વચા ખૂબ જ ડાર્ક દેખાય છે.'

આ ઉપરાંત અન્ય કારણો પણ અસર કરે છે જેમ કે, ઊંઘનો અભાવ, ખાવામાં બેદરકારી, તણાવ, વૃદ્ધત્વ, ડિહાઇડ્રેશન અથવા સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી પણ ડાર્ક સર્કલ આવે છે.

Latest Stories