Connect Gujarat
ફેશન

એક જ કલાકમાં સફેદ વાળ થઈ જશે કાળા, અજમાવો આ 4 વસ્તુઓ, વાળને કરશે નેચરલી કાળા......

વાળ સફેદ થવા એ અનેક સમસ્યાઓનું કારણ છે. પોષક તત્વો અને વિટામિન-મિનરલની ઉણપના કારણે વાળ યુવાનીમાં જ સફેદ થવા લાગે છે.

એક જ કલાકમાં સફેદ વાળ થઈ જશે કાળા, અજમાવો આ 4 વસ્તુઓ, વાળને કરશે નેચરલી કાળા......
X

વાળ સફેદ થવા એ નેચરલ પ્રોસેસ છે. પરંતુ અકાળે વાળ સફેદ થવા એ અનેક સમસ્યાઓનું કારણ છે. પોષક તત્વો અને વિટામિન-મિનરલની ઉણપના કારણે વાળ યુવાનીમાં જ સફેદ થવા લાગે છે. પરંતુ ઘણીવાર વાળ સફેદ થવા પાછળ ફેશન પણ જવાબદાર છે. વાળ પર કેમિકલ ટ્રીટમેન્ટ, ફેશન હેર કલર કે બ્લીચનો વધુ યુઝ તેને વધુ સફેદ બનાવે છે. કેમિકલના પ્રયોગથી કાળા વાળ પણ ઝડપથી સફેદ થઇ જાય છે. તો ચાલો આજે તમને ઘરે નેચરલ રીતે હેર કલર ડાઇ બનાવવાનું શીખવીએ. આ હેર કલરની જેમ જ તમારા વાળને નેચરલ પરમેનેન્ટ કાળા કરી દેશે.

· આ 4 વસ્તુઓથી બનશે નેચરલ હેર ડાઇ

વાળની લેંથ પ્રમાણે તમે હેર ડાઇની સામગ્રીને ઓછી કે વધારે કરી શકો છો. તેના માટે સૌથી પહેલા 1 વાટકીમાં હિના લો અને તેને કોફી-ચા પત્તી અને હળદરના ઉકળેલા પાણીથી પેસ્ટ બનાવી લો. તે બાદ 10 ચમચી ભૃંગરાજ પાવડર, અડધી વાટકી ઇંડિગો પાવડર અને 10 ચમચી બીટનો પાવડર પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. બસ તમારી હેર ડાઇ બનીને તૈયાર છે.

· હેર ડાઇ લગાવવાની રીત

સફેદ વાળ પર પહેલા હિનાની પેસ્ટ લગાવીને ઓછામાં ઓછા 2 કલાક સુધી રહેવા દો, પછી તેને સાદા પાણીથી ધોઇ લો. હવે ભૃંગરાજ-ઇંડિગો અને બીટના પાવડરથી બનાવેલી પેસ્ટને વાળ પર લગાવો અને તેને સૂકાવા દો. સૂકાયા બાદ તેને સાદા પાણીથી ધોઇ લો અને પછી સરસિયાનું તેલ લગાવી દો. વાળને ઓછામાં ઓછા 3 દિવસ સુધી શેમ્પુથી ન ધોવો. 3 દિવસ પછી શેમ્પુથી વાળ ધોઇ લો અને જુઓ તમારા વાળ પર કેટલો સુંદર નેચરલ કલર આવી ગયો છે. તમને ચમક સાથે નેચરલ બ્લેક હેર મળશે.

Next Story