નાસ્તામાં પૌઆ ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. એક્સપર્ટ પણ સવારમાં પૌઆ ખાવાની સલાહ આપતા હોય છે. જો કે હવે પ્રશ્ન એ થાય છે કે સાદા પૌઆ ભાવતા નથી. આમ, તમારા ઘરમાં પણ બધા સાદા પૌઆ ખાઇને કંટાળી ગયા છે તો સ્પ્રાઉટ્સ પૌઆ એક બેસ્ટ ઓપ્શન છે. સ્પ્રાઉટ્સ પૌઆ તમે આ રીતે ઘરે બનાવશો તો મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે. સ્પ્રાઉટ્સ પૌઆ તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. તો મોડુ કર્યા વગર આ રીતે ઘરે સ્પ્રાઉટ્સ બનાવો અને હેલ્થને હેલ્ધી રાખો.
સ્પ્રાઉટ્સ પૌઆ બનાવવાની સામગ્રી
· 2 કપ પૌઆ
· અડધો કપ બાફેલા સ્પ્રૌટ્સ
· સ્પ્રાઉટ્સ
· અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી
· કોથમીર
· અડધી ચમચી રાઇ
· અડધી ચમચી હળદર
· એક ચમચી લીંબુનો રસ
· એક ચમચી તેલ
· સ્વાદાનુંસાર મીઠું
સ્પ્રાઉટ્સ પૌઆ બનાવવાની રીત
· સ્પ્રાઉટ્સ પૌઆ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ પૌઆ બનાવવા માટે સૌથી પહેલાં સાફ કરી લો.
· પછી ચાયણીમાં લઇને થોડુ-થોડુ પાણી નાખતા જાવો અને પલાળો.
· પલાળેલા પૌઆને 10 મિનિટ માટે મુકી રાખો.
· નોનસ્ટિક પેન લો અને એમાં તેલ ગરમ કરી લો.
· તેલ ગરમ થઇ જાય એટલે રાઇ નાખો.
· પછી ડુંગળી અને લીલા મરચા સાંતળી લો.
· ડુંગળી સંતળાઇ જાય એટલે કડાઇમાં મિક્સ સ્પ્રાઉટ્સ નાખો અને બે મિનિટ માટે થવા દો.
· પછી હળદર અને સ્વાદાનુંસાર મીઠું નાખીને મિક્સ કરી લો.
· આ મિશ્રણને લગભગ એક મિનિટ માટે થવા દો.
· સ્પ્રાઉટ્સમાં પાણી નાખો અને સારી રીતે બધુ મિક્સ કરી લો.
· બે મિનિટ સુધી લગભગ થવા દો.
· કડાઇમાં હવે પલાળેલા પૌઆ નાખીને મિક્સ કરો.
· હવે લીંબુનો રસ નાખીને મિક્સ કરો.
· ધીમા ગેસે આ બધી વસ્તુને બેથી ત્રણ મિનિટ માટે થવા દો.
· આ પૌઆને સર્વિંગ બાઉલમાં લઇ લો.
· ઉપરથી કોથમીર એડ કરો. તો તૈયાર છે સ્પ્રાઉટ્સ પૌઆ.
· આ સ્પ્રાઉટ્સ પૌઆ તમે દરરોજ સવારમાં ખાઓ છો તો સ્ટેમિના રહે છે અને સાથે વજન ઉતારવામાં પણ મદદરૂપ બને છે.
· આ પૌઆની સૌથી મોટી ખાસિયત એ છે કે ફટાફટ બની જાય છે.
· આ પૌઆને ચટપટા બનાવવા માટે ચાટ મસાલો એડ કરવાનું ભૂલશો નહીં.