Connect Gujarat
ફેશન

ખાદીની સાડીમાં પણ તમારો લુક લાગશે એકદમ પરફેકટ, બસ આ એકસેસરીઝ અને મેકઅપ લૂકને ફોલો કરો......

ખાદીનું કપડું જેટલું કમ્ફર્ટેબલ હોય છે તેટલું જ સ્ટાઇલિશ પણ હોય છે. મેડ ઇન ઇન્ડિયાના વધતાં જતાં ક્રેશના કારણે ખાદીના કપડાં લોકોમાં જાણીતા બન્યા છે.

ખાદીની સાડીમાં પણ તમારો લુક લાગશે એકદમ પરફેકટ, બસ આ એકસેસરીઝ અને મેકઅપ લૂકને ફોલો કરો......
X

આજે 2 ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ. લોકો ઠેર ઠેર મહાત્મા ગાંધીના જન્મદિવસની ઉજવણી કરી રહી છે. અનેક કાર્યક્રમો પણ યોજાય છે. આ દિવસને ખાદીના કાપડની સાથે પણ જોડીને ઉજ્વવામાં આવે છે. લગ્નથી લઈ અનેક પ્રકારના ફંકશનમાં ખાદીના કપડાનો ઉપયોગ કરવામાં આવે છે. ખાદીનું કપડું જેટલું કમ્ફર્ટેબલ હોય છે તેટલું જ સ્ટાઇલિશ પણ હોય છે. મેડ ઇન ઇન્ડિયાના વધતાં જતાં ક્રેશના કારણે ખાદીના કપડાં લોકોમાં જાણીતા બન્યા છે. તો ચાલો જાણીએ તેને કઈ રીતે સ્ટાઈલ કરવા જેથી સૌ કોઈ તમારા વખાણ કરે.

ફંકી ખાદી આઉટફિટ્સ

આમ તો ખાડીના કપડાં દરેક સિઝનમાં સ્ટાઇલિશ રહે છે. ખાસ અવશરે તમે ફંકી કલરના અને ડાર્ક ખાદી આઉટફિટ્સ પહેરી શકો છો. આ સાથે જ સિલ્કના લહેંગાની સાથે ખાદી હેન્ડવર્ક કે ખાદી બ્રાઈડલ આઉટફિટ પણ તમારા લૂકને પરફેક્ટ બનાવે છે.

વેરાયટીનું રાખો ખાસ ધ્યાન

સમયની સાથે સાથે ખાડીમાં અનેક કલર્સ અને વેરાયટી આવે છે. તમે એથનિકથી લઈ કેઝયુઅલ આઉટફિટ પસંદ કરી શકો છો. આ સિવાય ખાદીના લોંગ ફ્રૉક અને સિલ્કની સાડી પણ પહેરી શકો છો. ખાદીના કુર્તા પણ લૂકને વધારે સ્ટાઈલ કરી શકે છે.

મેકઅપ લુક

મોટા ભાગે ખાદીના આઉટફિટ્સ ડાર્ક શેડમાં આવતા નથી. આ માટે લાઇટ કલરના આઉટફિટ્સ તમારા વખાણ કરાવી શકે છે. આ માટે આ આઉટફિટ્સની સાથે લાઇટ કે ન્યુડ મેકઅપનો લુક સારો રહેશે.

એક્સેસરીઝ

ખાદીકોટનની કોઈ પણ વસ્તુ પહેરતા પહેલા એક્સેસરી પર ખાસ ધ્યાન આપવું જોઈએ. કારણ કે વધુ હેવી એક્સેસરીઝ તમારો લુક બગાડી શકે છે. આથી તમે સિલ્કની સાડી સાથે અથવા તો લહેંગાની સાથે ચોકર સેટ પહેરી શકો છો, જે તમારા લૂકને એકદમ એલિગંટ બનાવી દેશે. આથી જ આવા પ્રકારના ખાદી કપડાં સાથે ખૂબ જ હેવી જ્વેલરી ના પહેરવી જોઈએ.

Next Story