Connect Gujarat
Featured

અમરેલી : ઓસ્કર નોમિનેટ 'ધ લાસ્ટ ફિલ્મ શો'માં લાઠીનો યુવાન ઝળક્યો, આ ફિલ્મ જોવાની દરેક ભારતીયોની જંખના...

અમરેલી જિલ્લાના લાઠીના યુવાનને 'ધ લાસ્ટ ફિલ્મ શો' ફિલ્મમાં અભિનેતાના મિત્રની ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો છે.

X

અમરેલી જિલ્લાના લાઠીના યુવાનને 'ધ લાસ્ટ ફિલ્મ શો' ફિલ્મમાં અભિનેતાના મિત્રની ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો છે.જોકે મહત્વની વાત તો એ છે કે, આ ફિલ્મ ઓસ્કર એવોર્ડમાં નોમિનેટ થઈ છે, ત્યારે આ ફિલ્મ નિહાળવાની દરેક ભારતીયોની જંખનાઓ છે.

આ છે અમરેલી જિલ્લાનું લાઠી ગામ... કવિ કલાપીની નગરી ગણાતા લાઠીમાં આ ગાયો ચરાવતો ગોવાળ કોઈ નાની સુની હસ્તી નહીં, પણ વિદેશોમાં હાલ ધૂમ મચાવીને 14 ઓક્ટોમ્બરે ગુજરાતીમાં રીલીઝ થનારી 'ધ લાસ્ટ ફિલ્મ શો' ફિલ્મના અભિનેતાના મિત્રની ભૂમિકા ભજવનાર વિજય મેર છે. સાવ ગરીબ અને સામાન્ય પરિવારમાંથી જન્મ લઈને હાલ 11માં ધોરણમાં અભ્યાસ કરતા વિજય મેરને શેરીમાં ક્રિકેટ રમતી વખતે બાજુવાળાએ કહ્યું હતું કે, એક ગુજરાતી ફિલ્મ બને છે, અને કોઈ છોકરાવોને ફિલ્મમાં કામ કરવું હોય તો આ સરનામું છે ને ત્યાં જઈ આવજો. બસ 4 વર્ષ પહેલાં ધારી ખાતેના રિસોર્ટમાં 3 હજાર જેટલા બાળકોના ઓડિસન્સ દરમ્યાન માત્ર 6 બાળકોની પસંદગી કરાઈ હતી, તેમાં જ હતો વિજય મેર. ગુજરાતી ફિલ્મ 'ધ લાસ્ટ ફિલ્મ શો' 95માં એકેડેમી એવોર્ડ્સની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે સિલેક્ટ થઈ છે, ને આ ફિલ્મના ડાયરેકટર છે પાન નલિન. આર્ટ ઓફ બીઈંગ જેવી એવૉર્ડ વિજેતા અને વિઝ્યુઅલી સ્ટ્રાઈકિંગ ફિલ્મોના દિગ્દર્શન માટે પાન નલિન જાણીતા છે, જ્યારે વિજય મેર ધોરણ 8માં અભ્યાસ સાથે ફિલ્મમાં 50 દિવસ સુધી કામ કર્યું અને 25 હજાર મહેનતાણું મળેલ વિજય મેરની 'ધ લાસ્ટ ફિલ્મ શો' ગુજરાતીમાં હજુ રિલીઝ નથી થઈ, ત્યાં તો આ ફિલ્મ ઓસ્કરમાં નોમિનેટ થતા વિજય મેર હજુ પણ ઓસ્કરમાં નોમિનેશન થવા અંગે અજાણ છે.

દેશભર જે ફિલ્મ જોવાની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે, એ ગુજરાતી ફિલ્મ છેલ્લો શો રિલીઝ થયા પહેલા ચર્ચાનું કેન્દ્ર બની હોય, ત્યારે આ ફિલ્મના હીરોના મિત્ર વિજય મેર ફિલ્મમાં ટીકુનું પાત્ર ભજવી રહ્યો છે. ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) એ એક આત્મકથાત્મક નાટક છે. જે ભૂતકાળના સિનેમાને શ્રદ્ધાંજલિ આપતી વખતે ગુજરાતના પશ્ચિમ વિસ્તારના આકર્ષણને ઉજાગર કરે છે. તે બાળપણની નિર્દોષતા અને ફિલ્મોના સાર્વત્રિક જાદુની યાદ અપાવે છે, જે દિગ્દર્શક પાન નલિન પણ અમરેલી જિલ્લાના છે ને હાલ ફ્રાન્સમાં છે, ત્યારે હાલ વિજય મેરની ફિલ્મ ઓસ્કરમાં નોમિનેટ થતાં સ્થાનિક શિક્ષક દીપેન પઢીયાર અકલ્પનીય આંનદ અનુભવી રહ્યા છે.

Next Story