/connect-gujarat/media/media_files/2025/07/14/accident-2025-07-14-16-00-08.jpg)
રાજસ્થાનના જેસલમેરમાં બસમાં આગ લાગવાની દુર્ઘટના બાદ હવે વધુ એક દુર્ઘટના ઘટી છે. બાડમેરમાં ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો. એક ટ્રેલર અને સ્કોર્પિયોની સામસામે ટક્કર થઈ, જેમાં બંને વાહનોમાં ભીષણ આગ લાગી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયોમાં સવાર ચાર લોકો ઘટનાસ્થળે જ બળીને ખાખ થઈ ગયા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો.
દુર્ઘટના અત્યારે ઘટી, જયારે સ્કોર્પિયો અને ટ્રેલર સામસામે આવી રહ્યા હતા. ટક્કર બાદ બંને વાહનોમાં આગ લાગી ગઈ અને સ્કોર્પિયો સંપૂર્ણપણે બનીને ખાખ થઈ ગઈ. મૃતકોની ઓળખ મોહન સિંહ, શંભુ સિંહ, પાંચારામ અને પ્રકાશ બાડમેર તરીકે થઈ છે. ડ્રાઈવર દિલીપ સિંહ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને સિણધરી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાલોત્રા રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની માહિતી મળતાં, પોલીસ, વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. બાલોત્રા મ્યુનિસિપલ કાઉન્સિલ અને આરજીટી કંપનીની બે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવ્યો. અકસ્માત બાદ, મેગા હાઇવે પર વાહનોની લાંબી લાઇન લાગી ગઈ, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક ખોરવાઈ ગયો.