તહેવારની સીઝનમાં મોટી રાહત : સતત ત્રીજા મહિને છૂટક મોંઘવારી દર ઘટ્યો, મંત્રાલયે આંકડા કર્યા જાહેર

New Update
તહેવારની સીઝનમાં મોટી રાહત : સતત ત્રીજા મહિને છૂટક મોંઘવારી દર ઘટ્યો, મંત્રાલયે આંકડા કર્યા જાહેર

જુલાઈ 2023 પછી સતત ત્રીજા મહિને છૂટક મોંઘાવાર દર ઘટ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડા થતાં ઓક્ટોબર 2023માં કંજ્યૂર ભાવ ઘટીને 4.87 ટકા થઈ ગયો છે. જે સપ્ટેમ્બર મહિનામાં 5.02 ટકા હતો. અગાઉ ઓગસ્ટ મહિનામાં છૂટક મોંઘવારી 6.83 ટકા અને જુલાઈમાં 7.44 ટકાની 15 મહિનાની ટોચે પહોંચ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબર 2022માં રિટેલ મોંઘવારીનો દર 6.77 ટકા હતો.

મંત્રાલયે છૂટક મોંઘવારીના દરના આંકડા જાહેર કર્યા જે માહિતી અનુસાર ખાદ્ય મોંઘવારી દરમાં થોડો ઘટાડો થયો છે. ખાદ્ય મોંઘવારીનો દર ઓક્ટોબર મહિનામાં 6.61 ટકા હતો જે સપ્ટેમ્બરમાં 6.62 ટકા હતો. જ્યારે ઓક્ટોબર 2022 દરમિયાન ખાદ્ય મોંઘવારીનો દર 7.01 ટકા હતો. ગ્રામીણ વિસ્તારોમાં છૂટક મોંઘવારીનો દર 5.12 ટકા અને ખાદ્ય મોંઘવારીનો દર 6.71 ટકા છે. જ્યારે ઓક્ટોબર 2023માં શહેરી વિસ્તારોમાં મોંઘવારી દર ઘટીને 4.62 ટકા પર આવી ગયો છે. ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર 6.35 ટકા રહ્યો છે એટલે કે છૂટકમોંઘવારી હોય કે ખાદ્ય મોંઘવારી બંને ગ્રામીણ વિસ્તારોમાં વધારે છે.

ઓક્ટોબર મહિનામાં કઠોળના ભાવમાં વધારો થયો છે. દાળોમાં મોંઘવારી દર 18.79 ટકા રહ્યો છે જ્યારે સપ્ટેમ્બરમાં દાળોમાં મોંઘવારી દર 16.38 ટકા હતો. અનાજ અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 10.65 ટકા રહ્યો છે, જે સપ્ટેમ્બરમાં 10.95 ટકા હતો. ઈંડાના ભાવમાં ઉછાળો આવ્યો છે અને ઓક્ટોબરમાં ઈંડાનો મોંઘવારી દર 9.30 ટકા હતો. મસાલાનો મોંઘવારી દર 2.76 ટકા રહ્યો છે જે સપ્ટેમ્બરમાં 23.06 ટકા હતો. ફળોનો મોંઘવારી દર 9.34 ટકા રહ્યો છે. શાકભાજીનો મોંઘવારી દર ઘટીને 2.70 ટકા થયો છે જે ગયા મહિને 3.39 ટકા હતો.




Latest Stories