262 મી બુક લવર્સ મીટમાં ડૉ. ઉત્સવી ઓઝાએ જ્ઞાનપીઠ એવોર્ડ સન્માનિત વિનોદ કુમાર શુકલાની નવલકથા 'दीवार में एक खिड़की रहती थी' પર શનિવાર તા. 31 જાન્યુઆરી 2026ના સાંજે 6.30 કલાકે BDMA HALL, 7x Building, ભરૂચ ખાતે બરાબર 60 મિનિટ સુધી 1980 પછી નવ્યોત્તર કાળમાં લખાયેલી પશ્ચિમ સાહિત્યની નકલ ના કરી અલંકૃત ભાષાને બદલે ધબકતા જીવનની તલસ્પર્શી વાત જેમાં મેજર રહસ્યો નથી, વળાંકો વિહીન, ટ્વિસ્ટ નથી, ફોર્મેટ ફિક્સ નથી, અમુક બાબતો પુનરાવર્તન પામે એના અર્થ બદલાયા વિના છતાં જિજ્ઞાસા જગાડે, નવલકથાનો વાચક કલ્પનાનો વિસ્તાર કરી શકાય એટલો કરે, શહેરી અને ગ્રામ્ય જીવન વચ્ચે, નવયુવકો Life styleની અસર હેઠળ, દ્રુમિત વિચારો, Education Institution ત્યાં છે જ્યાં વિચાર રોપે એવી રીતે રજૂ કરી.
Optimism
'दीवार में एक खिड़की रहती थी ' નવલકથા લેખક પત્નીને અર્પણ કરે છે. અને સ્પષ્ટ લખ્યું છે કે એ ઘટના પ્રધાન પુસ્તક નથી, સરલતમ હિન્દી ભાષામાં પ્રયોગશીલ શૈલીમાં લખાયેલી નવલકથા છે.
નવલકથાની વાર્તા:
રઘુવર પ્રસાદ ગણિતનો પ્રધ્યાપક છે. પત્ની સોનસી પગફેરો કરવા પિયર ગઈ છે.
પ્રકરણ 1: રઘુ ઘરમાં છે. ઘરની બહાર બારી, બારી પાસે ઈંટો ગોઠવેલી છે. એમાંથી ટાબરીયા ડોકિયા કરે અને ઝાડ પરથી ફૂલ તોડવાનો પ્રયત્ન કરે. રઘુ ટાબરીયાને બૂમ પાડી પૂછે છે, 'શું કરો છો?'
પૂજા માટે ફૂલ જોઈએ છે. એ સાંભળી રઘુ એમને ફૂલ તોડી આપે છે. રઘુ એના જ લગ્નની કંકોત્રી જુવે છે અને વિચારે છે પત્ની સોનસી પગફેરા કરીને પિયરથી સાસરે આવી છે, હવે પિતા અને અહીં મુકી જશે.
રઘુના ઘરથી કોલેજ 8 કિલોમીટર દૂર છે. કોલેજ જવા માટે ટેમ્પો ( શટલ રીક્ષા) ચોકડી પરથી મળે એમાં બેસી જવાનું. એ ચોકડી પર પહોંચે છે. એક, બે, ત્રણ ટેમ્પો પસાર થાય છે, બધામાં કોલેજ સ્ટુડન્ટ ખીચોખીચ ભરેલા છે એટલે એકેય ઉભી રહેતી નથી. એટલામાં એક હાથી આવતો દેખાય છે. રઘુ હાથીને જુવે છે. હાથી પર સાધુ બેઠો હોય છે. રઘુ પોતાના શ્યામ વર્ણની સાથે હાથીના કાળા રંગને સરખાવી, મૂછમાં હસે છે કે એ હાથી કરતાં ગોરો છે. પોતાના શરીરની કાયાને આમ, બીલી અને નીમના વૃક્ષ સાથે તુલના કરે છે. પક્ષીના રંગ સાથે કરે છે. આમ વિચારોના ચગડોળે ચઢતા કોલેજ જવામાં મોડું થાય છે.
વિભાગીય અધ્યક્ષ (Head of the Department) તેને અડધા દિવસની રજા મુકવા કહે છે અને સલાહ આપે છે કે સ્કુટર કે સાયકલ વસાવી લે જેથી કોલેજ આવવા માટે વાહનની રાહ જોવી ન પડે.
રઘુ વિચારે છે એ પિતાજીને કહેશે ગામથી સાયકલ લેતા આવે. અત્યારે જે પગાર મળે છે એમાંથી નવું વાહન લેવું પોષાય એમ નથી કારણ ઘર વખરી વસાવવા અત્યંત આવશ્યક છે. જે ઘરમાં છે ત્યાં Separate બાથરૂમ નથી, એટલે વધારાનું ભાડું આપી બાથરૂમની સગવડ મેળવે છે. ખાટલો મોટો લીધો છે જે એક વ્યક્તિ માટે મોટો છે પણ બે વ્યક્તિ સુવે તો નાનો પડે. રઘુને જોઈને સાધુ કહે છે, બાબુ આજાવ હાથી પર. રઘુ હાથી પર બેસી ઘરે આવે છે. ઘર પાસે આવી જુવે છે તો પિતાજી બેઠા છે. રઘુના મનમાં પહેલો વિચાર આવે છે સોનસી આવી હશે. તે પિતાજીને પ્રણામ કરતા પૂછે છે બા ને છોટુ ના આવ્યા? પિતાજી કહે છે છોટુની પરીક્ષા છે. બાને છોટુ સાથે રહેવું પડે ને. પિતાજી રઘુને કહે છે મારી તબિયત સારી રહેતી નથી, દવાનો ખર્ચો થાય છે, તું વધારે પૈસા મોકલતો રહેજે. લેખક વિનોદ શુક્લાએ મધ્યમવર્ગીય જીવન જીવવાનું નર્યું સત્ય આલેખ્યું છે, અને કલ્પનાની પાંખો આપી ઉડાન ભરાવી છે. સોનસી, રઘુ અને પિતાજી ત્રણે સત્ય છે. જેની અદ્ભુત ગૂંથણી કરી સાંકળી લીધા છે. પિતાજીને એ જ દિવસે રઘુ બસ સ્ટેન્ડ પર મૂકી વળાવે છે.  પિતાજી રઘુને કહેતા જાય છે છોટુ આયે તો હાથી પર ઘુમા દેના.
પ્રકરણ-2: 'सूर्य चन्द्रमा हो गया, कल्पना का कमल पानी में तैर रहा'.
રઘુના ઘર પાસે વિભાગીય અધ્યક્ષનું સ્કુટર બગડે છે. એટલે રઘુના ઘરના બારણા ખખડાવે છે. પડોશી કહે છે 'देर से सोये होंगे, जागे नहीं होंगे' બીજા દિવસે એ પરિવાર લઈને આવે છે અને જળાશયમાં કમળના ફૂલો ખીલેલા બતાવે છે.
ધોવાના કપડાં લઈને જળાશય તરફ જતા સોનસી વિચારે છે. હાથી બારીમાંથી ઘરમાં ન આવી શકે. પથ્થર મનોમન બોલે 'मन की खिड़की होती तो हाथी खिड़की से भी आ सकता था' 
રઘુ, સોનસીને કહે ‘तुम बाल खोल दो, तेज हवा में बाल लहराते मुझे पसंद है'
सोनसी कहती है कही में हवा के साथ उड़ न जाऊ. रघु सोनसी का हाथ जोर से पकड़कर कहता है उड़ेंगे तो साथ में।  
પ્રકરણ : 3 : नींद में तालाब में नींद में आकाश में 
વિભાગીય અધ્યક્ષ સાંજે ઘરે આવવાના છે. સોનસીને નલકંઠ નામનું પક્ષી જોયું છે. રઘુ સોનસીનો હાથ પકડે છે તો એ ગરમ લાગે છે, તને તો તાવ છે, ચાલ તને હોસ્પિટલ લઈ જાવ.
'यहां बहुत जील मृत्यु पास है लेकिन बहुत देर लगेगी' પ્રકૃતિના સાનિધ્યનું આબેહૂબ અદભુત વર્ણન. લેખક વિનોદ શર્માએ કહ્યું છે. 'जीवीत आँखों से मृत्यु नहीं दिखता है।'
રઘુ અને પિતા Realism છે. અમ્મા અને સોનસી કલ્પનાના રંગો પૂરેલું જીવન જીવે છે.
પ્રકરણ 4: ‘पेड़ों की हर हरा चिड़ियों की चह चहाहट की आवाज बैठी थी’
વિભાગીય અધ્યક્ષ રઘુને કહે છે હાથી પર બેસીને કોલેજથી ઘરે ન જવું. રઘુ વાત માને છે. સાધુ હાથી પર બેસી રઘુને લેવા આવે છે. સોનસી કહે છે એ તો ગયા. સાધુ પૂછે છે खाना लेकर गये? સોનસી ના પાડે. ‘खाने में क्या बनाया है’
સોનસી કહે છે ભાત, चलो तुम आ जाओ हाथी पर बैठ जाओ। સોનસી હાથી પર બેસી કોલેજ પહોંચે છે. હાથી પર બેસવાની એની અદમ્ય ઇચ્છા પૂરી થાય છે. વિભાગીય અધ્યક્ષ રઘુને કહે છે તું વર્ગખંડમાં સોનસી સાથે બેસીને જમી લે. બંને વર્ગખંડમાં બેસે છે. સોનસી વિચારે છે હાથી વર્ગખંડમાં ન આવી શકે.
રઘુ સોનસીને પૂછે છે તું કેવી રીતે આવી? એ કહે છે સાધુ એને હાથી પર બેસાડી લઈ આવ્યો.
વિભાગીય અધ્યક્ષ રઘુને કહે છે તું હાથી પર બેસવાનું બંધ કર. સ્ટુડન્ટને ન ગમે. સાધુ સારો માણસ લાગતો નથી. રઘુને કોલેજમાં પડેલી લાવારીસ સાયકલ આપે છે. આ તું વાપર. બીજા દિવસે સાધુ રઘુના ઘર પાસે હાથીને છોડીને ચાલ્યો ગયો છે. રઘુ એને ઝાડની ડાળી ખવડાવે છે. કોલેજમાં રજા પાડે છે. સાધુ આવે છે ને રઘુને કહે છે હાથી છે પછી લાવારિશ સાયકલ આપ ક્યું લાયે. આપ સાયકલ લે કર હાથી પર બેઠ જાઓ. સાધુ ચપ્પલ પહેરીને હાથી પર બેસવા નહી દેતો એ સાયકલ સાથે રઘુને હાથી પર બેસાડી કોલેજ લઈ જાય છે. રઘુ કોલેજ જઈ આવીને સાયકલ આપી કહે છે મારે સાયકલ ના જોઈએ.
બીજે દિવસે સાધુ હાથીને છોડીને ચાલ્યો જાય છે. રઘુ હાથીને જે અંડોડા સાથે બાંધેલો છે તે છોડી નાખે છે. હાથી આવતો નથી.
એ દિવસે અમ્મા, છોટુ આવે છે. રઘુ પૂછે છે  वहां कौन देखेगा? पिताजी है न ।
અમ્મા અને સોનસી સાસુ વહુ મટી મિત્રવર્ત બને છે. 11 વર્ષ હું અને तेरे ससुर 14 वर्ष के थे तब शादी हो गई थी । मैं रूठ जाती तो वह मनाते मनाते वह भी मेरे साथ रोने लगते थे। સોનસી આ વાતો સાંભળતા સૂઈ જાય છે અમ્મા એને જગાડે છે, ફરી વાતે વળગે. આમ અમ્માના દીકરી સાથેનો ખાલી ખૂણો પૂરવા પ્રયત્ન કરે છે. હાથી ત્યાંનો ત્યાં જ છે. પિતાજીની ચિઠ્ઠી આવે છે. વહુને ગામ મોકલી દો, ત્યાંથી એને પિયેર જઈ આવશે.
રઘુ સોનસીને કહે છે તુ ચિઠ્ઠી લખશેને. સોનસી કહે છે હા મને કયા સંબોધનથી લખશે? સોનસી કહે છે 'માલિક'. રઘુ ના કહે છે. સોનસી કહે છે મારી સખી શ્રીમાન લખતી હતી, રઘુ ના કહે છે. સોનસી પૂછે છે તુમ બોલો. રઘુ કહે છે 'તુમ' કર લીખના. રઘુ બંને હાથ લખી શકતો હતો.  સોનસી કાગળ વાંચે એટલે એને ખબર પડે કે કઈ લીટી ડાબા હાથે લખી છે ને કઈ જમણા હાથે ? એ મને એવું વિચારતી કે ડાબે અને જમણે હાથે મળી રઘુ મને આલિંગન આપે છે.
સોનસી ગામ જાય છે પાછી ફરે છે. સાથે પિતાજીની સાયકલ લઈને આવે છે. અહીં નવલકથા પૂરી થાય છે.
આ નવલકથામાંથી characterisation પાત્રવરણી સુપર્બ છે. 
1. કલ્પના છે કે હકીકત એ વિચારવા મજબૂર કરે છે 
2. આગીયા જોતા રાતે જળાશયની પાળ પર સૂતા સૂતા 
3. હકીકત હોય તો બહુ જ સારું લાગે. 
4. Seven level conciousness.
5. બ્રહ્માંડની ઘટનાઓની ગોઠવણીને જુવે છે. એ સ્તરે લખાયેલી નવલકથા.
ગદ્યકાર પદ્યકાર બંનેની રચના.
હતાશ એક વ્યક્તિ बैठ गया था 
मैं व्यक्ति नहीं 
हताशा जानता था
उसका हाथ बढ़ा 
वह मुझे नहीं 
मेरा हाथ पकड़ कर वो खड़ा
दोनों एक साथ चलने को जाते थे 
પરાવાસ્તવ નવલકથાની શૈલી.
'दीवार में एक खिड़की रहती थी' નો ગુજરાતીમાં અનુવાદ સુનિતા ચૌધરીએ કર્યો છે.
1996માંથી જન માનવ કૌશલ્યે આ નવલકથાને પ્રસિદ્ધિ અપાવી.
કરતલધ્વનિ આપી
ડૉ. ઉત્સવી ઓઝાને કરતલધ્વનિ આપી ફરી મળવાની ઈચ્છા સાથે ઘરે આવી ખિડકીને બહાર આકાશ તરફ જોયું.
59મો જ્ઞાનપીઠ એવોર્ડ વિનોદ શર્માને 21 નવેમ્બર 2025ના રોજ છત્તીસગઢના રાયપુર ગામના ઘરમાં અર્પણ કરવામાં આવ્યો. ત્યારે વિનોદ શર્મા 88 વર્ષના હતા.
એમનો જન્મ 1 જાન્યુઆરી 1937માં થયો.
અવસાન 2 ડિસેમ્બર 2025માં થયું.
એમની વાર્તા ‘નોકર કી કહાની’ પરથી ફિલ્મ બની હતી.
આજે વિનોદ શર્માની પત્ની, દીકરો શાશ્વત અને દીકરી હયાત છે.