પુષ્પા-2ની ટીઝર રીલીજની તારીખ આવી ગઈ, આ તારીખે રિલીઝ થશે ટીઝર

New Update
પુષ્પા-2ની ટીઝર રીલીજની તારીખ આવી ગઈ, આ તારીખે રિલીઝ થશે ટીઝર

અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ ફ્રેન્ચાઇઝીનાં બીજા ભાગનું ટિઝર 8 એપ્રિલે અલ્લુ અર્જુનના જન્મદિવસ નિમિત્તે રિલીઝ કરવામાં આવશે, એવા અહેવાલો બહાર આવ્યા છે. આજ રોજ ફિલ્મનાં પહેલા ભાગનાં શોટ્સ દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

પુષ્પા 2, જેમાં ફહાદ ફાસિલ પણ છે. ગયા નવેમ્બરમાં જ તેનો લુક ટેસ્ટ જોવા મળ્યો હતો. આ ફિલ્મનાં સિનેમેટોગ્રાફર મિરોસ્લાવ કુબા બ્રોઝેકે સેટ પરથી એક ફોટો પણ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી અને આ પોસ્ટને ‘સાહસની શરૂઆત’ કેપ્શન આપ્યું હતું.

ટીમે તાજેતરમાં જ વિશાખાપટ્ટનમમાં એક મુખ્ય શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું, જેમાં તેઓએ ઘણાં એક્શન સિક્વન્સ શૂટ કર્યા હતા. તેલુગુ ફિલ્મોના પોર્ટલ આકાશવાણીનાં એક ટ્વીટ મુજબ મેકર્સે અત્યાર સુધી શૂટ કરવામાં આવેલી એક્શન સિક્વન્સનું ત્રણ મિનિટનું લાંબુ ટીઝર બનાવ્યું છે અને અલ્લુ અર્જુનના જન્મદિવસની સાથે તેને 8 એપ્રિલે રિલીઝ કરવાની યોજના બનાવી છે.

બીજા ભાગમાં અલ્લુ અર્જુન અને ફહાદ ફાસીલ વચ્ચેના મુકાબલા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમને પ્રથમ ભાગના અંતમાં મુખ્ય વિરોધી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના પણ છે, જે શ્રીવલ્લીનું પાત્ર ભજવે છે.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નજીક NH-48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું.

New Update
Screenshot_2025-07-22-18-04-10-75_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નજીક NH-48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું.

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. આજે વડોદરા તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.
હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. વાહનચાલકોને 2 થી 3 કલાક સુધી જામમાં ફસાવું પડ્યું હતું. રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહનચાલકો ત્રાસી ઉઠ્યા છે. હાઈવેના માર્ગનું જલ્દીથી સમારકામ કરવામાં આવે અને આમલાખાડી બ્રિજને વિસ્તૃત કરીને ટ્રાફિકજામની સમસ્યામાંથી રાહત અપાવવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યે છે.