Connect Gujarat
Featured

અમેરિકાએ સીરિયાના ઈરાન સમર્થિત જૂથો પર કર્યો હુમલો, 9 લોકોના મોત

અમેરિકાએ સીરિયાના ઈરાન સમર્થિત જૂથો પર કર્યો હુમલો, 9 લોકોના મોત
X

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકાના સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આ હુમલાના જવાબમાં અમેરિકાએ બુધવારે (8 નવેમ્બર) ના રોજ હવાઈ હુમલો કર્યો જેમાં ઈરાન સમર્થિત જૂથના કુલ 9 લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ આ હુમલો ઈરાન સમર્થિત મિલિશિયા દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોના વેરહાઉસ પર કર્યો હતો.

2 F-15 ફાઈટર જેટની મદદથી અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ સાથે જોડાયેલા હથિયારોના વેરહાઉસ પર હુમલો કર્યો હતો. અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમારા માટે અમેરિકી સૈનિકોની સુરક્ષા કરતાં વધુ મહત્વનું કાંઈ નથી. આ કાર્યવાહીથી અમે સાબિત કર્યું કે અમેરિકા તેના સૈનિકોના હિત માટે કંઈ પણ કરશે.

Next Story