મહિલાઓની સલામતીની વાતો હવામાં, જુઓ મહિલાને કેટલી નિર્દયતાથી મરાયો માર

સોશિયલ મિડીયામાં વાયરલ થયો વિડીયો, આદિવાસી મહિલાને લાકડીના મરાય છે સપાટા.

New Update
મહિલાઓની સલામતીની વાતો હવામાં, જુઓ મહિલાને કેટલી નિર્દયતાથી મરાયો માર

દેશમાં મહિલાઓની સલામતીના દાવાઓ કરવામાં આવી રહયાં છે પણ મહિલાઓ પરના અત્યાચારો અટકવાનું નામ લેતાં નથી. હવે એક આદિવાસી મહિલાને માર મારવામાં આવી રહયો હોય તેવો વિડીયો વાયરલ થયો છે.

મહિલાઓની સલામતી અને સુરક્ષાની વાતો કરવામાં આવે છે પણ વાસ્તવિકતા હજી અલગ છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં હજી પ્રેમ સંબંધ કે ભુત અથવા ડાકણના વહેમમાં મહિલાઓને માર મારવામાં આવતો હોય છે. હાલમાં સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થઇ રહયો છે જેમાં આદિવાસી પહેરવેશમાં રહેલી એક મહિલાને કેટલાક લોકો માર મારી રહયાં છે.

મહિલાને બેરહેમીપુર્વક માર મારી આ લોકો પોતાને બહાદુર સમજી રહયાં છે. એક મહિલાને નિર્દયતાથી માર મારી વૃક્ષ સાથે બાંધી દેવામાં આવી હતી. આ વિડીયો કયાંનો છે તે હજી સ્પષ્ટ થઇ શકયું નથી પણ મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારનો હોવાનું મનાઇ રહયું છે. ભલે વિડીયો ગમે ત્યાંનો હોય પણ મહિલાએ મહિલા છે. મહિલાઓ પણ અત્યાચાર ગુજારનારાઓ સામે કડક કાર્યવાહી થવી જ જોઇએ.

Latest Stories