ફિલ્મ એક્ટ્રેસ દીપશીખા અંકલેશ્વરની મુલાકાતે, કનેક્ટ ગુજરાતની કામગીરીથી થયાં પ્રભાવિત

New Update
ફિલ્મ એક્ટ્રેસ દીપશીખા અંકલેશ્વરની મુલાકાતે, કનેક્ટ ગુજરાતની કામગીરીથી થયાં પ્રભાવિત

પોતાનાં અપકમિંગ આલ્બમને નિહાળવા જનતાને અપીલ કરી હતી

બોલિવૂડ ફિલ્મ એક્ટ્રેસ, ડિરેક્ટર અને લેખિકા દિપશીખા નાગપાલ અંકલેશ્વર શહેરની મુલાકાતે આવતાં કનેક્ટ ગુજરાતની ઓફિસમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તબક્કે તમેણે કનેક્ટ ગુજરાતનાં સ્ટાફ સાથે હળવાશની પળોમાં વાતચીત કરી કનેક્ટ ગુજરાતની કામગીરીનો પરિચય કેળવ્યો હતો. તો ઓફિસની કામગીરીથી ખૂશ થઈ તમામ સ્ટાફને તેમણે શુભેચ્છા પણ પાઠવી હતી.

ફિલ્મ એક્ટ્રેસ દીપશીખા નાગપાલનાં અપકમિંગ આલ્બમને લઈને પણ કનેક્ટ ગુજરાતની ટીમ સાથે વાત કરી હતી. અને તમામ લોકોને અવશ્ય તેનું આલ્બમ સબ્સ્ક્રાઈબ કરી નિહાળવાની અપીલ કરી હતી.

Latest Stories