ભરૂચની ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી પેન્ટાફોસ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.કંપનીમાં હાજર કામદારોને સમયસૂચકતા દાખવી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થવાની ઘટના સામે આવી નથી.

આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્ર અને સ્થાનિકોમાં હાશકારો જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા કલાકો સુધી મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.ઉલ્લેખનીય છે કે એક જ દિવસમાં ઝઘડિયા GIDC વિસ્તારમાં આગની આ બીજી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે
