વડોદરા જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર કરજણ તાલુકાના સાપા, બોડકા ગામ વચ્ચે ટેન્કરમાં ભીષણ આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર સાપા, બોડકા ગામ વચ્ચે સાંજના  સમયે એક ટેન્કરમાં અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી. ત્યારબાદ ટેન્કરમાં બ્લાસ્ટ પણ થયો હતો.

આગના પગલે ધુમાડાના ગોટેગોટા ઘટનાની જાણ ફાયર ટીમને થતા કરજણથી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. લાગેલી આગમાં ટેન્કર બળીને ખાખ થઇ જવા પામ્યું હતું. સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી નથી.