New Update
છેલ્લા 24 કલાકમાં 1068 કેસ સામે આવ્યા છે અને 26 દર્દીના મોત થયા છે. જ્યારે 872 દર્દી સાજા થઇ ને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 53,631 થઇ છે. જ્યારે મૃત્યુઆંક 2,283 અને કુલ 38,830 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ દેશમાં 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યામાં ગુજરાત 10માં ક્રમે છે તો 12,518 એક્ટિવ દર્દી સાથે એક્ટિવ કેસોની સરખામણીએ દેશમાં 9માં ક્રમે છે. 12,518 એક્ટિવ દર્દીઓમાંથી 83 દર્દી વૅન્ટિલેટર પર છે, જ્યારે 12,435 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 6 હજાર 718 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Latest Stories