ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ નેતા કેશુભાઇ પટેલનું ગુરુવારે સવારે અવસાન થયું છે. કેશુભાઇ પટેલ 92 વર્ષની વયે દેવલોક પામ્યા છે. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓને ગુરુવારે સવારે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં કેશુભાઇએ અંતિમ શ્વાસ લીધા હતા.
ગુજરાત ભાજપના સમર્પિત અને દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલનું વહેલી સવારે અમદાવાદમાં નિધન થયું છે.કેશુભાઈ પટેલ આરએસએસ અને ભાજપના સમર્પિત અને પાયાના કાર્યકર રહ્યા હતા.ગુજરાતમાં ભાજપનો પાયો નાખવામાં કેશુભાઈ એ મહત્વપુર્ણ યોગદાન આપ્યું હતું.છેલ્લા કેટલાક સમયથી કેશુભાઈ પટેલની તબીયત નાદુરસ્ત હતી.સવારે તેમને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર માટે સ્ટર્લીંગ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં બાપાએ અંતિમ શ્વાસ લીધા હતા.
કેશુભાઈ પટેલના નિધનના સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા.જેના કારણે ભાજપમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.ડાઉન ટુ અર્થ રહેનાર કેશુભાઈ એ લાખો સમર્થકોનો પ્રેમ મેળવ્યો હતો.કેશુભાઈ પટેલના નિધનના સમાચારે ગુજરાત જ નહીં પણ દેશભરના ચાહકોમાં આઘાત અને શોક ફેલાવી દીધો હતો. કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ થયો હતો.ખેડુત પરિવારમાં જન્મેલા કેશુબાપા માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 સુધી અને ઓક્ટોબર 1998 થી 2001 સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા.
જોકે 2 ઓક્ટોમ્બર 2001માં તેમણે નાદુરસ્ત તબીયતના કારણે મુખ્યમંત્રી પદનો ત્યાગ કર્યો હતો. હંમેશા ડાઉન ટુ અર્થ રહેનારા કેશુબાપાએ લાખો ચાહકોનો અતુટ પ્રેમ મેળવ્યો હતો.ભારત દેશમાં જ નહીં પણ અમેરિકા,ઓસ્ટ્રેલિયા,બ્રિટન અને કેનેડા સહિત દેશોમાં વસતા લાખો ભારતીય લોકો કેશુબાપા પ્રત્યે અપાર પ્રેમ,લાગણી અને સન્માનની ભાવના ધરાવતા હતા. કેશુબાપાના નિધનના સમાચારો વહેતાં થતાં વિદેશમાં વસતા ભારતીય -ગુજરાતી લોકોમાં પણ ભારે આઘાત છવાયો હતો.માત્ર ભાજપ જ નહીં પણ દરેક રાજકીય પક્ષોના નેતાઓ કાર્યકર્તાઓએ આઘાત અને શોકની લાગણી પ્રગટ કરી હતી