ગઢડા ખાતે સ્વામીનારાયણ મંદિરના ચેરમેન બાબતે ડીવાયએસપી નકુમે કરેલા વર્તનના અનુયાયીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. નકુમને સસ્પેન્ડ કરવાની માંગ સાથે સુરતમાં અનુયાયીઓએ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆતો કરી હતી.
ગઢડા સ્વામિનારાયણ ચેરમેન વિવાદ મામલે સુરતમાં સોમવારના ભક્તજનો મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર પહોંચ્યા હતા કલેકટરને આવેદનપત્ર આપી ડીવાયએસપી નકુમ વિરુદ્ધ કડક કાર્યવાહી માંગ કરી હતી. ગઢડામાં સ્વામિનારાયણ મંદિરના ચેરમેનની ઓફિસમાં ડીવાયએસપી રાજદિપ સિંહ નકુમે કરેલાં ગેર વર્તનના અનુયાયીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે.
સોમવારના રોજ સુરતના અનુયાયીઓ હાથમાં બેનર્સ સાથે કલેકટર કચેરી ખાતે પહોંચ્યાં હતાં. તેમણે કલેકટરને આવેદન પત્ર આપી સંતો સાથે ગેરવર્તન કરનારા ડીવાયએસપીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જો સરકાર યોગ્ય કાર્યવાહી નહિ કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.