“ભેદી ધડાકો” : ગાંધીનગરના કલોલ ગાર્ડન સિટીમાં બ્લાસ્ટ થતા 2 મકાન ધરાશાયી, 2 વ્યક્તિનું મોત

New Update
“ભેદી ધડાકો” : ગાંધીનગરના કલોલ ગાર્ડન સિટીમાં બ્લાસ્ટ થતા 2 મકાન ધરાશાયી, 2 વ્યક્તિનું મોત

ગાંધીનગરના કલોલ ગાર્ડન સીટી સોસાયટીમાં વહેલી સવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા 2 મકાન ધરાશાયી થયા હતા. જોકે સોસાયટીમાં બંધ મકાન ભેદી ધડાકો બાજુનું મકાન પણ ધરાશાયી થયું હતું, ત્યારે બાજુના મકાનમાં રહેતા વૃદ્ધ મહિલા ઘાયલ થયા હતા. ઉપરાંત અન્ય લોકો પણ મકાનના કાટમાળ નીચે દબાયો હોવાનું જણાતા ફાયર બ્રિગેડની ટીમે રેસક્યુ હાથ ધર્યું હતું.

ગાંધીનગરના કલોલ ગાર્ડન સીટી સોસાયટીમાં અચાનક બ્લાસ્ટ વેળા મકાનના કાટમાળમાં આગ પણ ચાલુ હતી. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે, અન્ય મકાનોને પણ નુકશાની થઈ હતી. ઉપરાંત 1થી દોઢ કિલોમીટર સુધી આ બ્લાસ્ટની અસર જોવા મળી હતી. સમગ્ર દુર્ઘટનામાં એક વ્યક્તિ દટાઈ જતાં તેને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. ત્યાર બાદ અન્ય એક વ્યક્તિનું મોત થતાં કુલ મૃત્યુઆંક 2 પર પહોચ્યો છે. બનાવની જાણ થતાં પોલીસ, ગેસ કંપની તેમજ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર, જે મકાનમાં ધડાકો થયો હતો, તેની આજુબાજુના મકાનમાં એક વૃદ્ધ મહિલા તેમજ યુવક રહેતા હતા. જોકે વૃદ્ધ મહિલાને ઇજા પહોચતા તેઓ ઘાયલ થયા હતા, જ્યારે યુવક કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકાના લીધે ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મકાનની નીચેથી ગેસની પાઇપ લાઈન પસાર થતી હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે, તેનો ધડાકો સમગ્ર કલોલને સંભળાયો હતો. તેમજ સોસાયટીના અન્ય મકાનોમાં પણ કાચ તૂટવા સહિતના ફર્નિચરને પણ નુકશાન થવા પામ્યું હતું.

Latest Stories