ગાંધીનગર : ગુજરાત પોલીસ વિભાગમાં 1975 બાદ સુધારા સાથે મેન્યુઅલ આવ્યું અમલમાં

ગાંધીનગર : ગુજરાત પોલીસ વિભાગમાં 1975 બાદ સુધારા સાથે મેન્યુઅલ આવ્યું અમલમાં
New Update

ગુજરાત પોલીસ મેન્યુઅલનો ડ્રાફ્ટ મુખ્ય મંત્રીને અર્પણ કરવામાં આવ્યો છે. ૧૯૭૫ પછી પ્રથમ વાર સમયાનુકુલ અદ્યતન સુધારાઓ સાથે અદ્યતન પોલીસ મેન્યુઅલ તૈયાર કરવામાં આવ્યું છે. આ મેન્યુઅલ પોલીસ દળના કર્મયોગીઓને ઉપયોગી થશે.

publive-image

મુખ્યમંત્રી વિજય  રૂપાણીને રાજ્યના પોલીસ મહાનિર્દેશક  શિવાનંદ ઝા દ્વારા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શસંગીતા સિંહની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસ મેન્યુઅલ- ૨૦૨૦ ડ્રાફ્ટ આજે ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતોમુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન અને આ મેન્યુઅલ તૈયાર કરવામાં સહયોગ આપનાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ વેળાએ જોડાયા હતા૧૯૭૫ના વર્ષમાં ગુજરાત રાજ્યના પોલીસ મેન્યુઅલની રચના થયાબાદ પ્રથમવાર આ નવું પોલીસ મેન્યુઅલ-૨૦૨૦ લગભગ સાડાચાર દાયકા-૪૫ વર્ષના ગાળા પછી તૈયાર કરવામાં આવ્યું છે.વર્તમાન સમયમાં નવું પોલીસ મેન્યુઅલ તૈયાર કરનાર ગુજરાત, આંધપ્રદેશ પછી બીજા નંબરનું રાજ્ય છે.

publive-image

ગુજરાત પોલીસના તમામ સંવર્ગના અધિકારીઓ સરળતાથી સમજી અને ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત પોલીસ મેન્યુઅલ ડ્રાફ્ટ ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ કરાવાશે. ગુજરાત પોલીસ મેન્યુઅલ-૨૦૨૦ ડ્રાફ્ટને ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ત્રણ ભાગમાં CRPC, I.P.C., પુરાવા અધિનિયમ, POCSO, Act.૨૦૧૨, એસ.સી-એસ.ટી.સુધારા અધિનિયમ-૨૦૧૫, જુવેનાઇન જસ્ટિસ (સીપીસ) એક્ટ ૨૦૧૫, અનલોકૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) સુધારા અધિનિયમ એક્ટ-૨૦૧૪, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ-૨૦૦૮નો સામાવેશ થયો છે.

publive-image

તદઉપરાંત આ ત્રણ ભાગમાં સાયબર ફોરેન્સિક લેબ, સાયબર ક્રાઇમ તપાસ સાધનો, સોશિયલ મીડિયા મોનિટરિંગ ટૂલ્સ તેમજ અમલમાં આવેલ અન્ય સુધારાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં,  નવા આર્થિક ગુનાઓ મલ્ટિ લેવલ માર્કેટિંગ, એફઆઇસીએન કેસ, હ્યુમન ટ્રાફિકિંગ, ડ્રગ ટ્રાફિકિંગ, સાયબર ક્રાઇમ્સ અને ટ્રાન્સનેશનલ આતંકવાદ જેવી સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિને નિયંત્રિત કરવાની પ્રક્રિયાનો પણ સમાવેશ ગુજરાત પોલીસ મેન્યુઅલના ત્રણ ભાગમાં કરવામાં આવ્યો છે.નવું ગુજરાત પોલીસ મેન્યુઅલ નાગરિકોને અવિરત સેવા, અભેધ સુરક્ષા અને અખંડ શાંતિ આપવા તત્પર એવી ગુજરાત પોલીસના વ્યાવસાયિક અભિગમને અસરકારક બનાવવામાં મદદરૂપ રહેશે.

#Gandhinagar #Gujarat Police #Gujarat CM #CM Vijay Rupani #Gujarat Police Department
Here are a few more articles:
Read the Next Article