• કુનોથી ગાંધીસાગર સુધી ચિત્તાઓની ગર્જના!

  • ભારતમાં જન્મેલા 30થી વધુ બચ્ચાઓએ રચ્યો ઈતિહાસ

  • મધ્યપ્રદેશ બાદ ગુજરાતના બન્નીમાં ચિત્તા દોડવા તૈયાર

  • પ્રવાસન માટે નવું સરનામું કુનો ફોરેસ્ટ રિટ્રીટ

  • વાઈલ્ડ લાઈફ પ્રેમીઓ માટે લક્ઝરી ટેન્ટ સિટી

ભારતમાં પ્રોજેક્ટ ચિત્તાને એક શાનદાર સફળતા મળી છે. જે પ્રાણી 1952માં ભારતમાંથી લુપ્ત જાહેર કરાયું હતુંતે આજે ભારતીય જંગલોમાં ફરીથી પોતાનું સામ્રાજ્ય સ્થાપી રહ્યું છે. એપ્રિલ 2026ના લેટેસ્ટ આંકડા મુજબભારતમાં હવે ચિત્તાની કુલ સંખ્યા 53 પર પહોંચી ગઈ છે.

ભારતમાંથી લુપ્ત થયેલા ચિત્તા પુનઃ પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરી રહ્યા છે.આ સફળતાનો સૌથી ગર્વ લેવા જેવો પાસું એ છે કેઆ 53 ચિત્તામાંથી 33 જેટલા ચિત્તા તો ભારતમાં જ જન્મેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2022માં જે સ્વપ્ન જોયું હતુંતે આજે કુનોના જંગલોમાં સાકાર થઈ રહ્યું છે.

પ્રોજેક્ટની સફળતાને જોતા હવે તેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. માત્ર કુનો જ નહીંહવે ગાંધીસાગર અભયારણ્ય પણ ચિત્તાનું નવું ઘર બન્યું છેજ્યાં 3 ચિત્તાઓને સફળતાપૂર્વક સ્થળાંતર કરવામાં આવ્યા છે. એટલું જ નહીંઆગામી સમયમાં રાણી દુર્ગાવતી અભયારણ્યમાં પણ ચિત્તાના એક સમૂહને મુક્ત કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાત પણ આ ઐતિહાસિક પ્રોજેક્ટનો હિસ્સો બનવા જઈ રહ્યું છે. કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં આશરે 600 હેક્ટરમાં બ્રીડિંગ સેન્ટર વિકસાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ આફ્રિકાથી 8 થી 10 ચિત્તા સીધા ગુજરાતના મહેમાન બનશે.

વન્યજીવ સંરક્ષણની સાથે સાથે પર્યટનને વેગ આપવા માટે કુનો ફોરેસ્ટ રિટ્રીટ‘ મેગા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પ્રવાસીઓ ટેન્ટ સિટીમાં રહીને વન્યજીવનનો રોમાંચ માણી શકશેજેનાથી સ્થાનિક રોજગારીમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.