New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/01-3.jpg)
નિઝામપુરના રાજાની સ્થાપના રાજા ગણેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે
વડોદરા નિજામપુરા વિસ્તારમાં નિઝમપુરના રાજા તરીકે પ્રચલિત શ્રીજીની મુખ્ય પ્રતિમાની સ્થાપના બાદ પંડાલમાં સ્થાપનાના શ્રીજીની પ્રતિમાને ગજરાજ પર સવાર કરીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
નિઝામપુરમાં નિઝામપુરના રાજાની સ્થાપના રાજા ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવે છે. આ વર્ષે નિઝામપુરાની શ્રીધર સોસાયટીમાં મોટા કદની પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યા બાદ પંડાલમાં સ્થાપનાના શ્રીજીની મૂર્તિને ગજરાજ પર બિરાજમાન કરીને આતશબાજી અને ઢોલ ત્રાંશાના સથવારે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમને મુખ્ય પંડાલ ખાતે લાવવામાં આવ્યા હતા. શ્રીજીની આ શોભાયાત્રામાં નિઝામપુરા વિસ્તરમાં રહેતા નાગરિકો જોડાયા હતા.
Latest Stories