
ભરૂચ: ઝઘડિયા GIDCની એક્યૂટાસ કેમિકલ કંપનીમાં ગેસ ગળતર, બે કામદારને અસર
ઝઘડિયાની એક્યૂટાસ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનતા નાશભાગ મચી જવા પામી હતી. આ ઘટના માં બે કામદારોને ગેસની અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ગુજરાત | ભરૂચ | સમાચાર
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ એક્યૂટાસ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનતા નાશભાગ મચી જવા પામી હતી.આ ઘટના માં બે કામદારોને ગેસની અસર થતા અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક્યૂટાસ કેમિકલ કંપનીમાં ગેસ રિસાવની ઘટના દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં બે કામદારોને ગેસની અસર થતાં તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ સંબંધિત તંત્ર કંપની ખાતે દોડી આવ્યું હતું ફેક્ટરી સેફ્ટી માટે જવાબદાર વિભાગ ડીશ તેમજ જીપીસીબીની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી હતીપ્રાથમિક તબક્કે ગેસ રિસાવનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે. હાલ કંપનીમાં સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.
