GEBની લાઇનમાં નડતરરૂપ નીલગીરીના વૃક્ષો કપાવવા ગ્રામજનોની મામલતદારને રજૂઆત

New Update

ઝઘડીયાના ફીચવાડાના ગ્રામજનોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર

ઝઘડીયા તાલુકાના ફીચવાડા ગામમાંથી પસાર થતી જી.ઇ.બી.ની મુખ્ય લાઇન પાણેથાથી પસાર થાય છે. જેમાં પાણેથા ખાતે નીલગીરીના વૃક્ષો લાઇનમાં નડતરરૂપ હોવાથી વારંવાર વીજ પ્રવાહ ખોરવાતા ફીચવાડા ગામના લોકોને ખેતીમાં નુકશાની થવા ઉપરાંત પાણીની સમસ્યા ઉભી થતાં ગ્રામજનોએ તાલુકા મામલતદારને આવેદન આપી નીલગીરીના વૃક્ષો દૂર કરવા માટેની માંગ ઉઠાવી છે.

ગ્રામજનોએ મામલતદારને આપેલા આવેદનમાં જણાવ્યું છે કે, ફીચવાડા સહિતના આસપાસના ૧૪ ગામના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. વીજ કંપની તરફથી ખેતી અને ઘરવપરાશ માટે વીજપુરવઠો પુરો પાડવામાં આવે છે. જેનું મુખ્ય ફીડર પાણેથા બસ સ્ટેન્ડ પાસે આવેલું છે. પાણેથા ગામના કલ્પેશભાઇ ઘનશ્યામભાઇ દેસાઇએ પાણેથા અને અસા ગામની સીમમાં આવેલ ખેતરામં નીલગીરીનું વાવેતર કર્યું છે. આ નીલગીરી ઉંચી થઇ ગઇ હોવાથી પવનમાં અવાર-નવાર વીજલાઇનને અડતા ફોલ્ટસ ઉભા થાય છે. વીજ વાયરો તૂટી જવા સુધીના બનાવમાં ફીચવાડા અને તેની આસપાસના ગામોમાં વીજપુરવઠો પહોંચતો નથી જેના કારણે ગ્રામજનોને પાણીની સમસ્યા અને ખેતીની સમસ્યા પણ ઉભી થાય છે. આ સમસ્યા દૂર થાય તે માટે નીલગીરીના વૃક્ષોને વીજલાઇનથી દૂર કરવાની માંગ ગ્રામજનોએ ઉઠાવી છે.

Latest Stories