રાજ્યમાં વધતા સતત કોરોના સંક્રમણ ને નાથવા રાજ્ય સરકાર અને સ્થાનીય તંત્ર સતત કાર્યવાહી કરી રહી છે તો પોલીસ તંત્ર પણ સક્રિય થયું છે રાજ્યભરમાં પોલીસ માસ્ક વગર બહાર નીકળતા લોકો પર કાર્યવાહી કરી રહ્યું છે ગીર સોમનાથમાં પણ પોલીસે કડક ચેકીંગ હાથ ધાર્યું છે શહેરની મુખ્ય બજારોમાં પોલીસે માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરતા ફફડાટ વ્યાપી ગયો છે.
રાજ્યભરમાં કોરોનાની મહામારી ને રોકવા તંત્ર પ્રયત્ન શીલ છે ત્યારે ગીર સોમનાથમાં માસ્ક વગર બહાર નીકળતા બેજવાબદાર સ્થાનિકો સામે પોલીસ તંત્રે કાર્યવાહી હાથ ધારી છે. પોલીસે શહેરમાં અલગ અલગ માર્કેટ અને બજારોમાં માસ્ક વગરના લોકો સામે દંડ ફટકાર્યો છે તો સાથે શહેરમાં મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં લાઉડ સ્પીકર સાથે લોકોને માસ્ક વગર બહાર ના નીકળવા અપીલ કરી હતી. અને માસ્ક વગરના લોકોને માસ્ક પણ વિતરણ કર્યા હતા.
ગીર સોમનાથમાં પણ કોરોનાના કેસ વધી રહયા છે ત્યારે સ્થાનીય પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને કોવિડ 19 ની ગંભીરતા અંગે સચેત કર્યા હતા. પોલીસ પ્રશાસને 3 દિવસમાં માસ્ક વગરના 100 થી વધુ લોકો સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે. આમ રાજ્યભરમાં કોરોના કેસ વધી રહયા છે છતાં અનેક શહેરોમાં લોકોની બેદરકારી સામે આવી રહી છે.