ગીર સોમનાથ: વેરાવળમાં ગીર સોમનાથ જિલ્લાનો પ્રથમ ગુજસીટોકનો ગુન્હો નોંધાયો, જુઓ કઈ ગેંગ સામે સિકંજો કસાયો

New Update
ગીર સોમનાથ: વેરાવળમાં ગીર સોમનાથ જિલ્લાનો પ્રથમ ગુજસીટોકનો ગુન્હો નોંધાયો, જુઓ કઈ ગેંગ સામે સિકંજો કસાયો

વેરાવળમાં ગીર સોમનાથ જિલ્લાનો પ્રથમ ગુજસીટોકનો ગુન્હો નોંધાયો છે. સંગઠીત ગુન્હા આચરતી ઇમરાન ઉર્ફે ચિપા ગેંગના ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોધવામાં આવ્યો છે જેમાં ગેંગના મુખ્ય સુત્રઘાર ઇમારાન સહીત ત્રણ આરોપીને વેરાવળ પોલીસે ઝડપી પાડ્યા છે.

રાજયમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ગેંગો પર કડક કાર્યવાહી માટે રાજય સરકાર દ્વારા ખાસ ગુજસીટોકનો કાયદો ઘડવામાં આવ્યો છે અને રાજય ભરમાં આવી ગેંગો સામે ગુન્હા નોંઘાઇ રહયા છે ત્યારે ગીર સોમનાથના વેરાવળ પોલીસ સ્ટેશનમાં જીલ્લાનો પ્રથમ ગુજસીટોક નો ગુન્હો નોંઘાયો છે. વેરાવળ શહેરમાં ઇમરાન ચીપા ગેંગના ચાર શખ્સો વિરુઘ્ઘ ગુન્હો નોંઘાયો છે. છેલ્લા દસ વર્ષમાં આ ગેંગ વિરુઘ્ઘ વીસથી વઘુ ગુનાઓ નોંઘાયેલા છે.

વેરાવળ સીટી પી.આઇ ડી.ડી.પરમાર દ્વારા આ ગેંગ ના ગુનાઓની કુંડળી તૈયાર કરી રેન્જ આઇ.જીને ગુજસીટોક ગુન્હા અન્યવે કાર્યવાહી માટે દરખાસ્ત કરી પોતે આ ગુન્હાના ફરીયાદી બન્યા છે॰ વેરાવળ શહેર પોલીસ દ્વારા ગુન્હો દાખલ થતાં જ ગણતરી ના કલાકો માં જ ગેંગના મુખ્ય સુત્રઘાર સહીત ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.વેરાવળનો ઇમરાન ઉર્ફે ચીપો રહેમાનમુગલ પટ્ટણી ગેંગનો મુખ્ય સુત્રઘાર છે જયારે અન્ય વિરેન્દ્ર ઉર્ફે વીકી હિમંતરાય દવે, ઇમરાન ઉર્ફે રોક જુસબભાઇ માજોઠીયા અને અમીત ઉર્ફે બાવો યોગેન્દ્ર ભારતી ગૌસ્વામી સંગઠીત ગુન્હાને અંજામ આપતા છેલ્લા દસ વર્ષમાં આ ચારેય વિરુઘ્ઘ અનેક ગુન્હા નોંઘાયેલા છે.

Latest Stories