New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/04142054/maxresdefault-50.jpg)
ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ ખાતે નગરપાલિકા ના નવા સીમાંકન મુજબ વધેલા હરસિધ્ધી સોસાયટીમાં 20 વર્ષ જુની પાણીની નવી પાઇપલાઇનોનું લોકાર્પણ જીલ્લા પ્રમુખ માનસિંહ પરમારના હસ્તે કરાયુ હતું.
વેરાવળ મા ગ્રામ્ય વિસ્તારમાં થી શહેરી વિસ્તારમાં નવા સીમાંકન મુજબ ઘણા બધા વિસ્તારો જોડાયા છે. જેમા હરસિધ્ધી સોસાયટી વિસ્તારમા છેલ્લા 20 વર્ષથી પાણીની સમસ્યા હતી. પાણીની સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ અવારનવાર નગરપાલિકામાં રજુઆતો પણ કરી હતી. શુક્રવારના રોજ વેરાવળની હરસિધ્ધિ સોસાયટી ખાતે નવી પાઇપલાઇનના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર સહિત મહેમાનો અને પાલિકાના હોદ્દેદારો હાજર રહયાં હતાં.
Latest Stories