ગોધરા : એસટી વિભાગમા ફરજ બજાવતા ૧૬૦ કર્મીઓ કોરોના સંક્રમિત સાથે ૬ના મોતથી ખળભળાટ

New Update
ગોધરા : એસટી વિભાગમા ફરજ બજાવતા ૧૬૦ કર્મીઓ કોરોના સંક્રમિત સાથે ૬ના મોતથી ખળભળાટ

કોરોનાના કહેરથી આમ જનતાની સાથે સલામતીની સવારી ગણાતી એસટીના કર્મીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે.ગોધરા ડીવિઝનની વાત કરવામા આવે તો હાલ ગોધરા એસટી વિભાગના ૭ ડેપોના ૧૬૦ કર્મચારીઓ કોરોના સંક્રમીત જેમા ડેપો મેનેજર, TC,  ATI,  ડ્રાયવર, કંડક્ટર સહિત અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે,

પંચમહાલ જીલ્લાની બીજી લહેરે કોઇને પણ છોડ્યા નથી. જેમા એસટી વિભાગ પણ આવી ગયુ છે. એસટીના કર્મીઓ સંક્રમીત બની રહ્યા છે. મળતી માહિતી અનુસાર ગોધરા એસટી ડીવીઝનની વાત કરવામા આવે તો  તેના વિભાગમાં આવેલા સાત ડેપો ગોધરા, હાલોલ, લુણાવાડા, સંતરામપુર, દાહોદ, ઝાલોદ તથા દેવગઢ બારીયામાં પણ ફરજ બજાવતા કર્મચારીઓમાં ડેપો મેનેજર, TC, ATI, ડ્રાયવર, કંડક્ટર સહિત અન્ય કર્મચારીઓ સહીત ૧૬૦ કર્મચારીઓ કોરોનાની બંને લહેરોમાં સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. જ્યારે ૬ના મોત થયા છે. હવે વેકશીનેશન પણ હાથ ધરવામા આવી રહ્યુ છે, ગોધરા એસટી વિભાગીય નિયામક બી.આર.ડીંડોરના માર્ગદર્શન તથા આરોગ્ય વિભાગના સહયોગથી ગોધરા ડેપોના કર્મચારી સહીત પરિવારના સભ્યો માટે વેક્સીનેશન કેમ્પનું આયોજન શુક્રવારે કરવામાં આવ્યુ હતુ. જેમા કર્મચારી સહીત પરિવારના સભ્યોએ પ્રથમ તથા બીજો વેક્સીનનો ડોઝ લીધો હતો. આમ વિભાગીય નિયામક દ્વારા પણ કર્મચારીઓના પરિવારની ચિંતા કરી વેક્સીનેશન કેમ્પ યોજ્યો હતો.

ગોધરા વિભાગના ૭ ડેપોમાં સંક્રમીત થયેલા કર્મચારીઓ

 ડેપો           સંક્રમીત      મૃત્યુ

ગોધરા -         ૪૫           ૦૨

હાલોલ -        ૨૦            ૦૧

લુણાવાડા -     ૨૧            ૦૦

સંતરામપુર -    ૨૫            ૦૨

દાહોદ   -        ૨૧            ૦૦

ઝાલોદ - ૨૩ ૦૦

દે.બારીયા - ૦૫ ૦૧

Latest Stories