નવી દિલ્હી સ્થિત ચેન્નઇ સુપર કિંગ્સના કેમ્પમાંથી એક ખુશખબરી આવી છે. હાલ ધીરે ધીરે કોવિડ 19 ટેસ્ટમાં બધા ખેલાડીઓ અને સહાયક દળના સભ્યોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ત્યાર બાદ હવે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ પ્રેકટિસ અને ટ્રેનિંગ માટે ઉત્તરી સકે છે. તે માટે ગુરુવારનાં તમામ ખેલાડીઓના અને સપોર્ટ સ્ટાફના કોરોના ટેસ્ટ થયા હતા તેમાં આજ રોજ સવારે બધાના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
આજ એટલે કે શુક્રવાર 4 સપ્ટેમ્બરના પ્રેકટિસ અને ટ્રેનિંગ કરી શકે છે, અને હાલ જે સભ્યોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તેની ટ્રેનિગ આજથી શરૂ થશે અને અગાઉ જે ખેલાડીઓ અને સભ્યોના કોરોના ટેસ્ટ પોજિટિવ આવ્યો હતો તેને 14 દિવસ આઇસોલેશનમાં રાખ્યા છે અને તે પછી તેની પોતાની ટેસ્ટ થશે.
IPL 2020 માટે અત્યાર સુધીમાં 7 ટીમો તાલીમ અને પ્રેકટિસ શરૂ કરી દીધી છે. જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સની તાલીમ શરૂ કરવા માટે અંતિમ ફ્રેન્ચાઇજી છે. તાલીમ અને પ્રેકટિસના સ્થળ પર આવતા પહેલા કોવિડ ટેસ્ટમાં ચેન્નઈ સુપર કિંગ્સ કેમ્પના 2 બાળકો સહિત 13 કર્મચારીઓનો ટેસ્ટ પોજિટિવ આવ્યો હતો પરંતુ બીસીસીઆઈ એ કોઈ સહયોગી કે સહાયક દળના સભ્યોના નામ બોલ્યા નહોતા.