પાંજરાપોળના આંગણે આજે છવાયો ભક્તિમય માહોલ

ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાનો વિવાહ પ્રસંગ

પવિત્ર તુલસી વિવાહ પ્રસંગનું પ્રથમવાર ભવ્ય આયોજન

પરંપરા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પાવન પ્રસંગ યોજાયો

શ્રદ્ધાળુઓ, ભક્તો અને જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે પ્રથમવાર પરંપરાગત ધાર્મિક વિધિ અને શાસ્ત્રોક્ત રીતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામજી અને તુલસી માતાના પવિત્ર વિવાહ પ્રસંગે ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળના આંગણે ભક્તિમય માહોલ છવાયો હતો. પાંજરાપોળ ખાતે પરંપરા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા આ પાવન પ્રસંગમાં મોટી સંખ્યામાં શહેરના શ્રદ્ધાળુઓ, ભક્તો અને જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહી તુલસી વિવાહના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સમગ્ર પરિસર ભજન, ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાઈ ગયું હતું.આ ધાર્મિક આયોજનને સફળ બનાવવા પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા અને બિપિન ભટ્ટનો વિશેષ સહયોગ સાંપડ્યો હતો. તેમના માર્ગદર્શન અને સહકારથી પ્રથમવાર યોજાયેલા આ તુલસી વિવાહના કાર્યક્રમને સુંદર રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો.